________________
શ્રી ધનાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [ ૩૭૪ છે અને શાલિભદ્રના મંદિરે પ્રત્યેક પુત્રવધૂને એક એક નંગ પહોંચાડી દે છે. સક્ઝાયનાં રચયિતા મહાપુરુષ લખે છે કે, “શેઠાણી ભદ્રા નિરએ જ
રત્નકંબલ લઈ પરખે છે, લેઈ પહોંચાડી છે,
શાલિભદ્રના મંદિરે જી. તેડાવ્યો ભંડારીજી,
વીશ લાખ નિરધારી. ગણ દે છે,
એહને ઘર પહોંચાડે છે.” શેઠાણ ભદ્રાએ રત્નકંબલે નિરખીને પરખી પણ લીધી અને શાલિભદ્રની બત્રીસે વહુઓને પહોંચાડી પણ દીધી. તે પછી તરત જ ભંડારીને તેડાવ્યું અને એક એક કંબલની કિંમત સવા લાખ સોનૈયાની હોવાથી વિશ લાખ સેનામહેર ચૂકવી દીધી અને વણઝારાઓનું અશન, પાન, ખાદિમ, સ્વાદિમ દ્વારા આદર-સત્કાર કરીને તેમને વિદાય કર્યા, અને વણઝારાએએ પણ વિદાય લેતાં પહેલાં માતાજીને પ્રણામ કર્યા. તેમને મનમાં થયું કે આ માતાજી આપણે પરદેશી હવા છતાં આપણા માટે સગી જનેતા કરતાં અધિક છે. ધન્ય આ નગરી અને ધન્ય છે આ નગરીમાં વસનારા આવા ઉદાર ચરિત્ર આત્માઓને ! કયા શબ્દોમાં આ માતાજીનું અને એમના પુણ્યશાળી સુપુત્રનું ચરિત્ર વર્ણવી શકાય? કે આ નિર્મળ વંશ છે કે જેમાં રાજહંસ જેવા સુપુત્ર અવતર્યા