________________
-
ધર્મ વિહીન નર દેહનું નિરૂપયેગીપણું [ ૩૪૪ नहिं कुछ गांठसे गिर पडा, नहिं किसिको दीध
देता दीठा ओरको मुख भया मलीन ॥ ત્યાં પત્ની પણ જરા માથાભારે હતી એટલે તરતજ સંભળાવ્યું કે કેઈ બીજા આપે તેમાં તમારું શું જતું હતું ? પણ આવા મનુષ્યને મનુષ્ય ન કહેવાય પણ મૃત્યુલેકના રાક્ષસેજ કહેવાય.
અંતે શિયાળ હાથ ખાવાનું છોડી દે છે અને મહાત્માને કહે છે કે એના કાન ખાઉં તે? અરે એ પણ ખાવા જેવા નથી.
श्रुति पुटौ सारश्रुतेः द्रोहिणौ કારણ કે એણે કાનથી કે ઇવાર પણ શાસ્ત્ર શ્રવણ કરેલ નથી. હા ! માત્ર અનેકેની નિંદા-કુથલી સાંભળી છે. જ્યારે કાનની શેભા તે શાસ્ત્ર શ્રવણથી છે. શ્રી ભર્તુહરી જણાવે છે તેમ, "श्रोत्र श्रुते नैव न कुण्डलेन दानेन पाणिर्न तु कङ्कणेन । विभाति कायः करुणा पराणाम् परोपकारैर्न तु चन्दनेन ॥"
કાનની શેભા જેમ શાસ્ત્ર શ્રવણથી છે તેમ હાથની શોભા દાન દેવાથી છે, નહિં કે કંકણ પહેરવાથી અથવા ઘડિયાળ ચડાવવાથી. ટુંકમાં આખા શરીરની શેભા ચંદન ચોપડવાથી કે પફ-પાવડરના લપેટા મારવાથી નથી, પણ પરોપકારના કર્તવ્ય કરવાથી છે. ત્યારે આજે તો ઘરમાં રેશન ન હોય તો ચાલે પણ ફેશન પહેલી જોઈએ છીએ.