________________
૩૪૩ ]
રસાધિરાજ ઉદારતાના અભાવે સાધર્મિક ભક્તિ કે પ્રભુ ભક્તિના કેઈપણ કાર્યો દીપતાજ નથી. દાનમાં પહેલી ઉદારતા જોઈએ, અને ધર્મની શરૂઆત જ દાનથી થાય છે. સુપાત્ર દાનને જોગ મળે તે મહા પુન્યની વાત છે. છેવટે અનુકંપા દાન પણ ન ચુકવું, અને તે તે તમારા પુરૂષો કરતા ધારે તે બહેને વધુ કરી શકે કારણ કે આખું અન્નક્ષેત્ર (રસોડું) તેમના હાથમાં હોય છે પણ એ પણ જે કપીલાને અવતાર હેય તે કંઈપણ ન કરી શકે. પેલા મહાત્મા શિયાળને કહે છે કે આ જેનું મુડદું છે તે પણ મમ્મણને જ અવતાર હતે એણે એના હાથે કેઈને પણ દીધું નથી. ઉલટા દેતાને પણ અટકાવ્યા છે પોતે દે નહીં અને દેતાને અટકાવે છે તે ખરેખર કર્મચંડાલ જ કહેવાય.
દ્રષ્ટાંત : એક શેઠ હતા. તે દુકાનેથી ઘેર જમવા આવ્યા. ભાણે બેઠાં ત્યાં પત્ની પૂછે છે કે દરરેજ ખૂબ પ્રસન્ન હો છે આજે મેઢ કેમ મલીન છે? પછી આગળ એ શેઠની ખાસીયત પ્રમાણે પૂછે છે કે –
कया कुछ गांठसे गिर पडा - क्या किसिको दीध ___ पत्नी पुछे कथको क्यों है मुख मलीन ?
ત્યાં શેઠ કહે છે કે મારી ગાંઠેથી તે ખરી પડે? મારી ગાંઠ તે વજની ગાંઠ કહેવાય. મારાથી તે કઈને દેવાઈ જાય એ કઈ કાળે બને જ નહિં ફરી પત્ની પૂછે છે કે જે આમાન કાંઈ બન્યું નથી તે મેટું કેમ પડી ગયું છે ત્યાં શેઠ કારણ દર્શાવે છે કે –