________________
ધર્મવિહીન નર દેહનું નિરૂપયોગીપણું [ ૩૪૮ વહેલા નીકળી અમે દ્વારકાધીશને ભેટવા દ્વારકાએ ગયા! ત્યાં જઈને શું કર્યું તે દોરામાં જણાવે છે, દ્વારકામાં જઈને રે, નાથ મારાને નિહાળ્યા
પાપ તણ ત્યાં કીધી પ્રતિજ્ઞા,
પુન્યના પંથ અજવાળ્યા રે, તમે લીટે લીટે ચાલે છે, ખાડામાં છે ખદબદીયા !
દ્વારકામાં જઈને નાથને નિહાળ્યા અને દ્વારકાધીશ સમક્ષ પાપ કર્મોની અમે પ્રતિજ્ઞા લઈને આવ્યા છીએ. પણ તમે આ પાણીને લીટે લીટે ચાલ્યા જાવ બહાર સરોવરમાં માછલા ઉભરાઈ પડ્યા છે. તમે કેમ કેઈએ અમારા ગયા પછી જાળ બિછાવી નથી. એ ધંધે તે આપણું વંશપરંપરાથી ચાલ્યા આવે છે અને છતાં તમે કઈ ધંધામાં ધ્યાન દેતાં નથી. માટે અમે તે હવે પ્રતિજ્ઞાબદ્ધ છીએ. તમે ઝટ જાળ ખભે નાખીને સીધા લીટે લીટે સરોવરના કિનારે પહોંચી જાવ !
હવે આગળના પ્રવાસનું વર્ણન કરે છે. ગંગા નાહ્યા, ગોદાવરી નાહ્યા, નાહ્યા ભાગીરથી રેવા,
પ્રયાગ જઈ ત્રિવેણી નાહ્યા ને
કરશું પ્રભુની સેવા રે. તમે લીટે લીટે ચાલે રે ખાડામાં છે ખદબદીયા. - અમે ગંગા, ગોદાવરી અને ત્રિવેણીમાં નહી આવ્યા અને પાપ બધાં બેઈ નાખ્યા માટે અમે હવે પ્રભુની સેવા કરશું અને તમે લીટે લીટે ચાલ્યા જાવ! હવે છેલ્લા દેરામાં