________________
ધર્મવિહીન નર દેહનું નિરૂપોગીપણું [ ૩૫૦. યાત્રા અંદગીમાં એકાદવાર પણ વિધિપૂર્વક “છ”રી પાળતા કરવી જોઈએ. ત્યારે આજે તે અહીંથી ગાડીમાં બેસીને સીધા પાલીતાણ સ્ટેશને પહોંચે અને પછી ત્યાંથી ઘોડાગાડીમાં બેસી ધર્મશાળાએ પહોંચે અને ત્યાંથી પણ ઘેડાગાડીમાં બેસી તલેટીએ જાય, કેમ એમજ ને ? (સભામાંથી મોટે ભાગે તે એમજ છે. તે પછી સવારના રાઈ પ્રતિકમણમાં શું સમજીને બોલે છે કે :
“એકેકું ડગલું ભરે, ગિરિ સન્મુખ ઉજમાળ કેડિ સહસ ભવનાં ક્ય, પાપ ખપે તત્કાળ.”
તેને શો અર્થ કરે છે? છેવટે ધર્મશાળાથી તે "ગિરિરાજ સુધી તે તમારે પગે ચાલતાં જ જવું જોઈએ તે તેથી પણ તમારા આત્માને અપૂર્વ લાભ થાય.
તે પછી શિયાળ પેટનું ભક્ષણ કરવા ઈચ્છે છે. મહાત્મા કહે છે કે અરે ! એ તે કરાય.
___ अन्यायार्जितवित्तपूर्ण मुदरं
એણે એકલું અનીતિથી ઉપાર્જન કરેલા દ્રવ્યથી જ પિટ ભર્યું છે માટે એનું પેટ તે અતિ અપવિત્ર છે.
લે હવે એક માથું બાકી રહ્યું છે. શિયાળ કહે છેકે -પ્રભુ હવે એ તે ખાવા દેશે ને? મહાત્મા કહે છે કે -
गर्वेण तुझं शिरः ગર્વથી એનું મસ્તક અદ્ધરને અદ્ધર રહ્યું છે. કેઈ