________________
ધર્મ વિહીન નર દેહનું નિરૂપયોગીપણું
ભગવાને જગતના જીવોના કલ્યાણ માટે ઉત્તરાધ્યયન સૂત્રમાં ચાર વસ્તુઓની દુર્લભતા બતાવી છે. તેમાં પહેલી જ વસ્તુ મનુષ્યભવ, એ અતિ દુર્લભ છે. આ વાત તે તમે સૌએ સાંભળી હશે, અને મનુષ્યભવ તે દુર્લભ છે જ તે બરાબર પણ તેમાંએ મનુષ્યત્વ તે અતિ દુર્લભ છે. મતીની કિંમત અંકાય છે, તે કયારે ? તેમાં પાણી હોય તે તેની કિમત અંકાય છે, તેમ જીવનમાં ધર્મ હોય તે તેની કિંમત છે. એકલાં માનવ દેહથી હરખાવાનું નથી, પણ માનવતા આવે ત્યારે જ મનુષ્યની કિંમત છે. બાકી ધર્મ વગરનું મનુષ્ય દેહ તે દુગતીના ખાડામાં નાખે છે. અને તે ધર્મ વગરને દેહ કેટલે અપવિત્ર અને નિઘ હોય છે તે એક મહાત્મા અને શિયાળનાં સંવાદ ઉપરથી સમજી શકાય છે.
એક મહાત્મા ભર જંગલમાં ધ્યાનસ્થ બેઠેલ હતા. મહાત્માની મુખમુદ્રા ઘણીજ શાન્ત હતી. જાણે એમના મુખારવીન્દ પરથી શાન્ત રસને ધોધ વહ્યો જેતે હતે એ