________________
૩૧૧ ]
રાધિરાજ આટલા વર્ષોથી સાથે રહે ને કુંડલ અને કંકણ વિષે કંઈ જાણે નહીં? એ દ્રષ્ટિ પરનો કાબુ કેટલે કહેવાય? જે કે લમણજી તે જાનકીજીનાં દીયર હતા ને જોતા જાણતા પણ રામચંદ્રજી તે જાનકીજીનાં ભરથાર હતા ને ખુદ રામચંદ્રજીને સીતાજીનાં અલંકાર વિષે કશી માહિતી ન હતી અને પોતે નહોતા જાણતા માટે જ તેમણે લમણજીને પૂછેલું હતું. પુછવાની પાછળ લક્ષ્મણજીની પરીક્ષા કરવાને ઈરાદે હેતે. લક્ષ્મણજીનાં ચારિત્ર વિષે રામચંદ્રજી તદ્દન નિઃશંક હતા. જીવન અને મરણ બન્નેને ધન્ય બનાવનારા
ચૌદ વર્ષના વનવાસનાં કાળમાં રામચંદ્રજીએ મહા સતી સીતાજી પિતાના ભાર્યા હોવા છતાં તેમની સાથે વર્તાવ ભગિની જેમ રાખ્યું હતું. ખૂબજ મર્યાદાથી વર્તનારા એ મહાપુરૂષ હતા. ત્યારે જ આખી દુનિયા તેમને મર્યાદા પુરૂષોત્તમથી ઓળખે છે. સંસ્કૃત્તિનાં આદર્શોને સંપૂર્ણપણે જીવનમાં અપનાવનારાં એ પુરૂષ હતા. રામ અને લક્ષ્મણનું જીવન આર્ય દેશનાં પ્રત્યેક માનવી માટે આદર્શરૂપ રહ્યું છે. જીવન અને મરણ બને જેમનાં ધન્ય બનેલાં છે તે મહાપુરૂષોની યશોગાથા કયા શબ્દોમાં વર્ણવી શકાય?
જીગનાં જુગ વિતી ગયા છતાં જે મહા પુરૂષોનાં પવિત્ર જીવન પર આજે અદ્યાપિપર્યત કરેડો મનુષ્ય પિતાની શુભ ભાવનાના અધ્યે ચડાવી રહ્યા છે. મહા પુરૂષો પ્રતિની શું આ જેવી તેવી શુભ મનોકામનાં કહેવાય?