________________
૩રપ ]
રસાધિરાજ વાત સાંભળીને ઈલાચી ઘડીવાર તે વિચારમાં પડી જાય છે. ગમે તેમ હોય પણ તેને જન્મ તે ઉચ્ચ કુળમાં થએલે છે. હૃદયની વાત માતા-પિતાની આગળ કરતાં તેનું મન અંદરથી લજાને અનુભવે છે, છતાં તેને થાય છે કે આ ઝેર મનમાં
ક્યા સુધી રાખવું ? એટલે માતા-પિતાને હૃદય ખેલીને બધી વાત કહી દે છે.
પછી તે માતા-પિતા તેને સમજાવવા માટેનાં ઘણાં ઘણું પ્રયાસ કરે છે. તેને અનેક રીતે સમજાવે છે. તેને ત્યાં સુધી કહે છે કે, આપણા આ શ્રેષ્ઠ કુળને તું કલંક લગાડવા જેવું ન કર ! આપણું કુળ મર્યાદા ઘણી મહાન છે. ઉચ્ચ કુળમાં તારે જન્મ થયો છે, માટે જે પગલું ભરવું હોય તે સમજી-વિચારીને ભર ! આ નટ કન્યા પર તું આટલે બધે મહાઈ શું ગમે છે ? તું કહે તો આનાથી એ સારામાં સારી અને અત્યંત સ્વરૂપવાન અને વળી કુળવાન એવી કન્યાઓ સાથે તને પરણાવી દઈએ, પણ તું આ નટડીને આગ્રહ છેડી દે. આપણું કર્યું કુળ છે? કઈ આપણી ખાન દાની છે ? અને તારા પિતાની ગામમાં કેટલી આબરૂ છે? એ બધી બાબતે તું કેમ ધ્યાનમાં લેતું નથી. સમજુ થઈને તું આવુ કરે એ તારા માટે તે ઠીક પણ અમારા માટે તે ઘણું જ દુઃખ રૂ૫ છે. આટલી આટલી રીતે સમજાવવા છતાં ઈલાચી એકનો બે ન થયો ! તેણે તે સાફ સાફ શબ્દોમાં પોતાના માતા-પિતાને સંભળાવી દીધું કે હું તે પરણીશ, તે આ નટડી વેરેજ પરણીશ, બાકી બધી સ્ત્રીઓ મારે માબહેન સમાન છે.
ઈલાચીને દ્રઢ નિર્ધાર જાણ્યા પછી તેને પિતાને થયુ