________________
E
૩ર૭ ]
' રસાધિરાજ બને છે. આજની દુનિયાને રૂપનું તો ઘેલું લાગ્યું છે. ભલભલા રૂપ-સૌંદર્યની પાછળ પાગલ બને છે આ કાળના મનુષ્યો જેટલાં બાહ્ય સૌદર્ય પ્રતિ આકર્ષાએલા છે, તેટલા જ જે અત્યંત ગુણ સૌંદર્ય પ્રતિ આકર્ષાયા હેત તો ખરેખર કલ્યાણ થઈ જાત. શરીરની ઉપરની ચામડીમાં ભિન્નતા દેખાય છે. કેઈ Black-કાળા હોય છે. તો કઈ White-સફેદ હોય છે. આ બધી ભિનેતા શરીરનાં બાહ્ય સ્વરુપની અપેક્ષાએ છે. ભાકી શરીરનું અંદરનું સ્વરૂપ તો બધાનું સરખું જ છે, દુનિયા ઉપરના Lable લેબલને જોઈને જ મેહ પામે છે, બાકી અંદરમાં તે આ કાયા એકલાં મળ-મૂત્રથીજ ‘ભરેલી છે. મનુષ્યનાં શરીરના નાક, કાન વગેરે નવ દ્વારમાંથી અને સ્ત્રીઓનાં બાર દ્વારમાંથી નિરંતર નગર ખાળની જેમ મળ મૂત્ર વહે જ જાય છે. બહારમાં પડેલી દુર્ગંધને જોઈને મનુષ્ય મેટુ બગાડે છે પણ તે ટાઈમે એમ વિચારતા નથી કે એને એજ અશુચિમય પુદ્ગલેથી આ શરીર ભર્યું પડયું છે. રાગ દશાની જગ્યાએ જીવનમાં વૈરાગ્ય ભાવ લાવ હોય તે એકલું બાહ્ય દ્રષ્ટિએ ન વિચારતાં મનુષ્યએ અત્યંતર (અંતરંગ) દ્રષ્ટિએ વિચારવું જોઈએ. રાગનું કારણ જ બાહ્ય દ્રષ્ટિ છે અને વૈરાગ્યનું કારણ તત્વ દ્રષ્ટિ છે.
ઈલાચી બધી શરતે કબૂલ કરીને, માતા-પિતાએ ખૂબ સમજાવવા છતાં નટ લેકની સાથે ચાલી નીકળે છે. નટ કન્યાની પ્રાપ્તિ વિના અત્યારે તે તેને જીંદગી તદ્દન નિસાર લાગે છે. નટ કન્યાની પ્રાપ્તિ એજ તેની જીંદગીને ધ્યેય બની ગયું છે. ઈલાચી પોતાની બુદ્ધિ બળનાં પ્રભાવે ડાંક જ સમયમાં નટ વિદ્યામાં પારગામી બની જાય છે. વણકને પુત્ર હોવાથી તેની