________________
૭]
રસાધિરાજ : અંદરના ભાવ બગડતા આત્મા ગબડી એ
પડે કે ફરી પત્તો ન લાગે. જે રસ્તે જવામાં જીવન-મરણને સવાલ હોય તે રસ્તે આંખ મીંચીને ચાલી નીકળે તેને શું વિચારક કહી શકાય? સિનેમા જોતા રૂપેરી પડદા પર આવતા અશ્લિલ દ્રષ્ય નિહાળતાં શું અંદરનાં ભાવે નહીં બગડતા હોય ? અંદરનાં ભાવે બગડતા તે આત્મા જે આત્મા ક્ષણ વારમાં એ. ગબડી પડે કે ફરી અનંત કાળે તેને પત્તો લાગ મુશ્કેલ થઈ પડશે. તેમાંય આ કાળમાં તે કેવા કેવા દ્રશ્ય બતાવવામાં આવે છે? માનવીનું અધઃપતન થયા વિના રહે જ નહીં. ધન. માલની રક્ષા કરતાં પણ સંસ્કારધનની રક્ષા અતિ જરૂરી છે અને તે માટે જિન મંદિર, તીર્થ, સુવિહિત સાધુ, આગમ, વગેરેના દર્શનથી જીવનમાં ખરી પવિત્રતા આવે છે. જિન. મંદિર કે તીર્થયાત્રા વગેરે આત્માને ઉંચે લઈ જવા માટેના પવિત્ર આલંબને છે. | મુનિ દર્શનનો પણ અપૂર્વ પ્રભાવ
પૂ. વીર વિજયજી મહારાજે પૂજાની ઢાળમાં સ્પષ્ટ, કહ્યું છે કે, જિનઘર, તીર્થ, સુવિહિત સાધુ અને આગમન ભાવથી દર્શન નહીં કરનારા ચક્ષુ દર્શનાવરણીય કર્મ બાંધે છે. તે કર્મ ઉદયમાં આવતા તે જ ભવાંતરમાં આંખે કાણ થાય છે, અથવા જન્મથી અંધ હોય છે. દુખી અને દીના કુળમાં અવતાર પામે છે. બીજી રીતે તેવા જી આંખની અપેક્ષાએ અલ્પ તેજવાળા બને છે. કેઈ દિશામાં પ્રકાશ તરફ