________________
૨૨૩ ]
રસાધિરાજ અને તે બન્ને વચ્ચે સાધ્ય સાધનપણું અત્યંતપણે ઘટે છે. નિશ્ચય અને વ્યવહાર વચ્ચે પરસ્પર વિરોધ આવે છે તેમ પણ નથી કારણ કે સુવર્ણ અને સુવર્ણ પાષાણની માફક નિશ્ચય અને વ્યવહારને સાધ્ય સાધનપણું છે. જે પાષાણમાં સુવર્ણ હોય તેને સુવર્ણ પાષાણ કહેવાય. તેનું જ શોધન કરીને તેમાંથી સુવર્ણના ભાગને જુદુ પાડવામાં આવે છે એટલે સુવર્ણ પાષાણ જેમ સુવર્ણનું સાધન બને છે તેમ વ્યવહાર નિશ્ચયનું સાધન બને છે.
આ નિશ્ચયને વ્યવહારની પ્રરૂપણ દિગમ્બર સંપ્રદાયનાં મહાન આચાર્ય અમૃતચંદ્રાચાર્યજીએ કરી છે. કેટલાકે આજે તેમના આ આશયને સમજ્યા વિના પ્રરૂપણ એવી કરે છે કે, નિશ્ચય અને વ્યવહાર પરસ્પર વિરોધવાળાં છે. વ્યવહારનાં વચને શાસ્ત્રોમાં આવે પણ શુભવ્યવહારથી લાભ માનવાને નથી.
माता मे वंध्या
તેઓ પાછા વ્યવહાર બધે કરે છે. ત્રણ ત્રણવાર પ્રવચન આપે છે. મંદિરે ઉભા કરાવે છે. પ્રતિષ્ઠા મહોત્સવે ઉજવે છે. સ્વાધ્યાય કરે છે. પ્રશસ્તરાગ કે સદ્વ્યવહારથી લાભ માન નહીં ને વ્યવહાર બધે કરે એ તે માતાને મા માનીને પાછી તેને જ વધ્યા ઠરાવવા બરાબર છે. આવા મહાન આચાર્યો નિશ્ચય ને વ્યવહાર વચ્ચે સાધ્ય સાધનપણું અત્યંત ઘટે છે એવી સ્પષ્ટ પ્રરૂપણ