________________
દ્રષ્ટા કેરું?
[ ૩૦૪
ન હોય ! તેમ આ સંસાર સ્વપ્ન એવું છે કે તેમાં આંખ મીચાસે ત્યાં કાંઈ નહીં હોય ! માટે રાત્રીનું સ્વપ્ન કે આ દીવાસ્વપ્ન તે વચ્ચે લાંબુ અંતર નથી. આ રીતે પ્રત્યેક આત્માઓથી પિતાના આત્માને ભિન્ન દેખનારે પુદ્ગલેને પણ ભિન્ન નિહાળનાર અને સંસારને સ્વપ્નવત જેનાર તે જ ખરે દ્રષ્ટા છે. સાચા અર્થમાં તે જ દેખનારે છે. આ ભિન્નત્વની વ્યાખ્યા મમત્વને હઠાવવા માટે અતિ ઉપયોગી છે. જીવ માત્રને સ્વ આત્મા સમાન દેખનારો
જ ખરો દ્રષ્ટા દ્રષ્ટા કોણ? એ વિષયમાં તાત્વિક દ્રષ્ટિએ આત્મા પિતે જ દ્રષ્ટા એ વાત સારી રીતે સિદ્ધ કરી ગયા. દ્રષ્ટા
એ શબ્દનો અર્થ દેખનારો એ થાય છે. ખરી રીતે દેખનારે કણ કહેવાય તે જે કે ઉપરના વિવેચનમાં કહી ગયા પણ વ્યવહારનયની દ્રષ્ટિએ મહાપુરૂષોએ ફરમાવ્યું છે કે,
आत्मवत् सर्व भूतेषु पर द्रव्येषू लोष्ट वत् ।
मातृवत परदाराणी यः पश्यति स पश्यति ॥ સર્વ પાણી માત્રને જે સ્વ આત્મા સમાન દેખનારે છે, કારણ કે પ્રાણી માત્રને આપણું પોતાના આત્માની જેમ સુખ પ્રિય છે અને દુઃખ સૌને અપ્રિય છે. માટે સુખ-દુઃખની બાબતમાં પ્રાણી માત્રને જે સ્વ આત્મા સમાન દેખનારે છે તે જે ખરે દ્રષ્ટા છે. દ્રષ્ટાપણું જીવનમાં આવ્યા પછી પ્રત્યેક આત્મા સાથેને આપણે વર્તાવ સુધરી જાય છે. સુખ બધાને પ્રિય છે, દુખ બધાને અપ્રિય છે. પછી તે એ