________________
૨૯૯ ]
રસાધિરાજ
સત્તાની અપેક્ષાએ બધા આત્માઓ સિદ્ધ સમાન છે. એ તે જૈન ધર્મના પ્રત્યેક અનુયાયીની માન્યતા છે, પણ જીવમાં રહેલી કર્મજન્ય મલીનતા અને તેના લીધે ચાર ગતિરૂપ સંસારમાં અનાદિ કાળથી જીવ જે વિડંબનાઓને અનુભવી રહ્યો છે તે પણ એક નક્કર હકીકત છે. તેની પર એકલી સ્વરૂપ સત્તાની વાત કરે કંઈ પડદો પડી જવાને નથી, તેના માટે તે સંવર અને નિજરને અથવા જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનાને કેઈ નક્કર માર્ગ
જીવનમાં અપનાવ પડશે તે જ આ અનાદિની કર્મ-જન્ય પરાધિનતાને અંત કરીને જીવ પોતાની સાચી સ્વાધિનતાને પ્રાપ્ત કરી શકશે. રત્નત્રયની આરાધના કરવા પૂર્વક કર્મોને. ક્ષય કરીને જીવ સિદ્ધ નિરંજન દશાને પામી જાય એ જ સાચી સ્વાધિનતા છે. આ દશાયે પહોંચેલા જ ખરા સ્વતંત્ર છે. બાકી એકાંત દ્રષ્ટિએ સ્વતંત્રતાની વાત કરવી એ તે વસ્તુ સ્વરૂપના પોતાના અજ્ઞાનનું પ્રદર્શન કરવા જેવું છે. ભૂત સમુદાયમાંથી ચૈતન્ય ઉત્પન્ન થઈ શકે નહી!
જીવ ઘટપટાદિ પદાર્થોને જાણે એટલે તે તે પદાર્થને માનવા તૈયાર થઈ જાય છે, પણ આશ્ચર્યની વાત તે એ છે. કે જાણનારો જે પોતે આત્મા છે તેને કેટલાક માનવા તૈયાર હોતા નથી. એટલે લખવું પડ્યું કે, જે જેને તું જાણે તે તેને માનવા તૈયાર અને જાણનારે જે આત્મા તેને જ માનવા તૈયાર નહીં. વાહ ! તારી સમજણ ને વાહ તારું જ્ઞાન ! નાસ્તિકે કહે છે કે, પૃથ્વી, અપ, તેજ, વાયુ, વગેરે ભૂત સમુદાયમાંથી આત્મા ઉત્પન્ન થયો.