________________
દ્રષ્ટા કેણ?
[ ૨૯૮ જોઈ શકે છે. આવું સામર્થ્ય બીજા કોઈ દ્રવ્યનું નથી. માટે છ એ દ્રવ્યમાં જીવદ્રવ્ય એ મહાન દ્રવ્ય છે. જીવનું પ્રગટ રૂપ જે ચૈતન્ય છે તે જ જીવને પિછાણવા માટે મુખ્યમાં મુખ્ય એંધાણ છે. આ રીતનાં ચૈતન્ય સ્વભાવને લીધે જીવ દ્રવ્ય બધા દ્રવ્યથી ભિન્ન કરે છે, એટલે દ્રવ્ય એકબીજાને સહાયક હોવા છતાં પોતપોતાના સ્વભાવમાં જ રહે છે.
ક્યારે પણ પિતાના સ્વરૂપને ત્યાગ કરીને એકપણાને પામી જતા નથી ! દ્રવ્યને એજ અગુરુલઘુ સ્વભાવ છે કે, પિતાની સ્વરૂપ સત્તાને ત્યાગ કરીને કેઈ પણ દ્રવ્ય જ્યારે પણ પર દ્રવ્ય સ્વરૂપે પલટાઈ ન જાય. છ એ ક જે સ્વતંત્ર છે તે આ અપેક્ષાએ છે.
નકકર માર્ગ અપનાવવાની જરૂર
ધર્માસ્તિકાયાદિ છે એ દ્રવ્યમાં જીવ દ્રવ્ય એ પ્રધાન. દ્રવ્ય છે. તે જે એકાંતે સ્વતંત્ર હોત તે અનંત કાલથી અનંતાનંત દુઃખે તેને ભોગવવા જ ન પડ્યા હોત. કર્મ નચાવે તેમ જીવ અનાદિકાળથી નાચી રહ્યો છે તે જીવ દ્રવ્ય એકાંતે સ્વાધિન હોત તે શી રીતે બનત? જીવ એકાંતે સ્વાધિન હેત તો તો જ્યાં અનંતા સિદ્ધોનો મેળે છે તેવા સિદ્ધાલયમાં કયારને બિરાજી ગયે હેત ! માટે એક દ્રવ્ય પલટીને બીજા દ્રવ્ય સ્વરૂપે ન થઈ જાય એટલા પુરતી પ્રત્યેક દ્રવ્યની સ્વતંત્રતા ખરી ! બાકી અનંતાનંત કામણ વગણના પુદ્ગલથી લેપાએલા જીવને વર્તમાન અવસ્થામાંએ એકાંતે સ્વાધિન અને સ્વતંત્ર દ્રવ્ય માની લે, એ તો જન્મટીપની સજાને પામેલાં કેદીને સ્વાધિન માની લેવા બરાબર છે. સ્વરૂપ