________________
E
૨૯ ]
રસાધિરાજ માર્ગમાં શુદ્ધને મહિમા છે તેમ શુભને પણ મહિમા અપરંપાર છે. શુકલ ધ્યાન શુદ્ધોપગરૂપ છે તે ધર્મ ધ્યાન શુભપગ રૂપ છે. છતાં ભગવાન ઉમાસ્વાતિએ બન્નેને તત્વાર્થ સૂત્રમાં મોક્ષના હેતૂ કહ્યા છે. અને આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને સંસારના હેતુ કહ્યા છે.
आर्त रौद्र धर्म शुक्लानि જે મક્ષ ટૂ
(તત્વાર્થ સૂત્ર) આધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન એ ચાર ધ્યાનના પ્રકાર છે. તેમાં છેલ્લા બે મેક્ષના હેતુ છે. અને શરૂઆતના બે સંસાર પરિભ્રમણના હેતુ છે. માટે શુભપગ અને શુદ્ધઉપયોગ બનેની માર્ગમાં સંપૂર્ણ ઉપાદેયતા છે શુદ્ધઉપગ મૂક્ષને અનંતર હેતુ છે તે શુભેપગ પરંપર: હેતુ છે. પણ બન્નેને મોક્ષના હેતુ કહ્યા છે દયા–દાનાદિના પરિણામથી કેટલાય જીએ સંસાર પરિત કર્યાના દ્રષ્ટાંતે શાસ્ત્રોમાં આવે છે. માટે આવી પ્રશસ્તભૂતચર્યાથી જીવ પરંપરાએ પરમ સૌખ્યને સાધે છે.*
સદ્વ્યવહારની જેમ મહાપુરૂષોએ નિશ્ચયની પણ પુષ્ટિ કરી છે. કારણ કે નિશ્ચયની દ્રષ્ટિ વિના એકલા વ્યવહારને આચરનારા ઘાંચીના બળદીયાની માફક જ્યાંના ત્યાં જ ઉભા રહે છે. આગળના વિકાસને સાધી શકતા નથી. સદ્ વ્યવહારના ત્યાગમાં માર્ગનો લેપ અને નિશ્ચયના ત્યાગમાં તત્ત્વદ્રષ્ટિનો વિચ્છેદ માટે કઈ પણ નયને એકાંત પક્ષ કરવા જેવું નથી.