________________
૧૭૧ ]
રાધિરાજ આનંદદઘનજીએ ભેદ-વિજ્ઞાનની રીતે વાત કરી છે કે, શરીર નાશવંત હોવાની સાથે એક દિવસે પડી જવાનું છે. જ્યારે હું આત્મા સ્થિરવાસી છું. નિર્મળ દ્રષ્ટિથી આત્માના શુદ્ધ સ્વરૂપને નિહાળીશ. અથવા શરીરરૂપી ઘરમાંથી મારે એક દિવસે નીકળવાનું તે છે જ. નિકળતાં પહેલાં એ નિર્મળ થઈ જઈશ કે, ફરી મરવાને વખતજ ન આવે. ચેખા પૂર્વાવસ્થામાં કમંદ હોય છે. તેને છડવામા આવે એટલે. તે ચોખા થઈ જાય છે. કમેદ વાવવાથી ઉગે, ચાખા ઉગે. નહીં. કારણ કે, તેના પરથી ફેતરીનું આવરણ હઠી ગયું છે. તેમ આત્મા પરથી કર્મનું આવરણ હઠે એટલે આત્મા. ચેખે થઈ જાય છે, પછી તેને જન્મ-મરણ રહેતા નથી. આત્મામાં મલિનતા હોય ત્યાં સુધી મેલાને સંસાર અને ચેખાને મોક્ષ થઈ જાય છે. - ખાળીયું બદલાય તેથી આત્મા બદલાતો નથી
કેવી આનંદઘનજીએ ભેદ-વિજ્ઞાનની વાણી ઉચ્ચારી છે? આવી ભેદ-વિજ્ઞાનની પરિણતી તે જ નિશ્ચય સમક્તિ, છે. કેઈ મૃત્યુને પામે એટલે બધા માની લે છે કે, ફલાણું ભાઈ મરી ગયા! મરી ગયા એ વાત ખરી, પણ તે શરીરની અપેક્ષાએ મર્યા છે, જ્યારે આત્મા તે સૌ કોઈને અજરામર છે. આયુષ્ય પુરૂ થાય એટલે ખેળીયું બદલાય છે, કંઈ આત્મા બદલાતો નથી. કેટલાકે મરનારની પાછળ રૂદન કરતા હોય છે. પણ તે ઘોર અજ્ઞાન છે. મરનાર ઉપર ખરેખરી લાગણી હોય તે તેની પાછળ ધર્મ-ધ્યાન વિશેષ કરવું જોઈએ. જ્યારે આજે તે મરનારની પાછળ કકળાટ મચે.