________________
:૨૧૭ ]
રસાધિર
કલાવતીના ભવમાં કલાવતીના કર છેદાણા છે. મને ભલે રાજા રાણી બન્યા પણ વેર ઉદયમાં આવ્યા વિના રહેતુ નથી. જન્માંતરમાં જીવે ખધેલા કર્મ વેદ્યા વિના છૂટતા નથી. આ વાત હવે જરા વિસ્તારથી કહેવામાં આવે છે. સમાધિયાગના પ્રસંગ એજ જિંદગીના ધન્ય અવસર
માલવદેશમાં ઉજ્જૈણી નગરીમાં શ`ખરાજા રાજ્ય કરતા હતા. મહારાજાને અંતે ઉરમાં ૩૬૦ મહારાણીઓ હતી તેમાં સતીઓમાં શિરામણી કલાવતી નામે પણ એક મહારાણી હતી. જે રાજાને અત્યંત પ્રિય હતી. અને લીલાવતી કરીને પટરાણી હતી. કલાવતી નેપાળ દેશના મહારાજા જીતશત્રુ રાજાની પુત્રી હતી. અને માલવ દેશના -શખરાજા વેરે તેને પરણાવવામાં આવી હતી. કલાવતીને જયસેન અને વિજયસેન બે સગા ભાઈ હતા. શ`ખરાજાની સાથે ૫'ચવિષય સુખ વિલસતાં કલાવતી જતે દહાડે સગર્ભા અને છે. કલાવતી રાણી ગર્ભ ધારણ કર્યાના સમાચાર રાજાને મળતાં રાજાને મનમાં આનંદના પાર ન રહ્યો. રાજાના શરીરની સાતે ધાતમાં જાણે મંગલ પ્રભાત જેવા આનંદ છવાઈ ગયે. જીવ મેહુદશામા પડેલા હોય ત્યાં સુધી તે આવા પ્રસ`ગેાને જ જિ’ઢગીના ધન્ય અવસર તરીકે લેખે છે. જ્યારે સભ્યદ્રષ્ટિ જીવ અપૂર્વે સમાધિ યોગ જેવા પ્રસ`ગાને . જીંદગીના ધન્ય અવસર તરીકે લેખે છે.
વહાલાએ મેાકલાવેલી ભેટ
ગર્ભ ધારણ કરો સાત મહીના થયા, એટલે, રાજા.