________________
સુખની ધમાં
[ ૨૬ અંતે બધું ચલાયમાન છે. નિશ્ચલ અને અવિચળ એક ધર્મજ છે કે જેની આજે આપણને મોટા ભાગે પડી જ નથી. બાકી તે સંસારમાં જીવની માફક જે વસ્તુને સાચવી હશે તે. પણ અંતે તે જવાની જ છે. અરે! બચ્ચાઓને તમે જીવની માફક સાચવતા હે છે છતાં કાળને ઝપાટો ઓચિંતે એ. આવે છે કે જોતજોતામાં ખેળામાં ગેલ કરતાં બચ્ચાને ઝડપી લે છે. લક્ષ્મીને પણ તમે પ્રાણની માફક સાચવતા હો છો, એક લેબાનને ધુપ નથી દેતાં એટલું જ બાકી રાખે છે !' (સભામાંથી–ધનતેરસે તે પણ દઈએ છીએ) પણ એ દીવસે તે પૂજાએ કરતાં હશેને? ખરેખર, આજે દેવીઓએ તમારી ઉપર ભારે કામણ કર્યું છે હે ? લક્ષ્મી દેવીએ તે કામણ કર્યું જ છે તેમ ચા દેવીએ પણ ક્યાં ઓછું કામ કર્યું છે? (સભામાંથી–હવે ત્રીજા મહાદેવનું રહેવા દેજે) બહુ ઉતાવળા થયા. હું આગળ વધવાને જ નહોતે. છતા તમે સૌ સાનમાં સમજી ગયા એ ઠીક થયું. તાનમાં આવીને ઘણાં એમ બેલતા હોય છે કે, લક્ષ્મી એ તે હાથને મેલ છે. પણ એની મમતા છોડવી એ કાંઈ બચ્ચાના ખેલ નથી. તે તે આ તત્વ સમજી જાય તે જ છેડી શકે છે. છતા એટલી વાત તે નકકી સમજજો કે તમે એને ધૂપ દે કે એની પછવાડે ભેખ લે પણ એ કઈ કાળે રાખી રહેવાની નથી, અને તેમાંથી એક રાતી પાઈ પણ સાથે આવવાની નથી. હા ! વખતે છોકરા પછવાડેથી મનીઓર્ડર કરે તે કંઈ કહી શકાય નહિ ! કહો કરે એમ છે ? ( સભામાંથી કોઈ કરે એમ નથી અને કદાચ કઈ કરે તેય કયાં પહોંચે એમ છે. )