________________
૨૭૭ ]
રસાધિરાજ આખીએ ભવચેષ્ટા અંગેનું સમકિતિનું
સ્પષ્ટ દર્શન વર્ષા ઋતુમાં બાળકે માટીનાં ઘર બનાવનાની ક્રિડા કરે તેને ધૂલીગૃહકિડા કહેવામાં આવે છે, બચ્ચાઓએ તેવા માટીના ઘર બનાવેલાં હોય અને કેઈ સમજુ મનુષ્ય ત્યાં જઈ ચડયે હોય તેને તે માટીના ઘર કેવા સ્વરૂપે ભાસે છે? બસ તેવાજ સ્વરૂપે આખીએ ભવચેષ્ટા અજ્ઞાનરૂપી ગ્રંથીના વિભેદ વડે સમકિતિને ભાસે છે બનાવેલાં ધૂળનાં ઘર જેમ અસ્થિર અને અસાર છે તેમ ચક્રવતિનું ષટખંડનું વૈભવ ભલે કેમ નથી હતું, સમકિતિની દ્રષ્ટિમાં તે પણ અસ્થિર અને અસાર છે, ધૂલીગૃહકિડામાં બચ્ચાઓએ બનાવેલાં માટીને ઘરને જે વિશેષણ લાગુ પડે છે તે જ વિશેષણ ચક્રવતિના પટખંડનાં વૈભવને લાગુ પડે છે. બધાને તેવા સ્વરૂપે ભવ ચેષ્ટા કેમ નહીં ભાસતી હોય ? તેવી પણ કોઈને શંકા થાય તે સમજવાનું કે “તાગ્રંથિવિન’ આ શબ્દને ગાથામાં જે પ્રયોગ થયેલ છે તે અતિ સૂચક છે. બધાંને કાંઈ ગ્રંથભેદ થયેલે હેતે નથી. રાગ દ્વેષ અને અજ્ઞાનની અનાદિની એવી નિબીડ ગાંઠ છે કે એ ન તૂટે ત્યાં સુધી જીવ કેઈ પણ પદાર્થને યથાસ્થિત સ્વરૂપમાં નિહાળી શકતું નથી. ગ્રંથી એ કોઈ જેવી તેવી ચીજ નથી. જીવનાં અપૂર્વકરણનાં પરિણામ વડે જ એ ગ્રંથી તૂટે છે. એકવાર ગ્રંથી ભેદ થયા પછી બહારનાં બધા ભાવને જીવ ખરાં
સ્વરૂપમાં જેતે થઈ જાય છે. ભિન્ન ગ્રંથી જીવ શ્રતજ્ઞાનના વિવેક વડે બહારનાં ભાવેને મૃગજળ તૂલ્ય, ગંધર્વનગર તુલ્ય અથવા સ્વપ્ન તુલ્ય દેખે છે. મૃગજળમાં જળ બુદ્ધિથી હરણ