________________
૨૭૫ ]
૨સાધિરાજ અખૂટ ભંડાર ખેલવા માટેની ખરેખરી ચાવી
જીવ અનાદિથી પરમાં સ્વપણાની બુદ્ધિ અને સ્વમાં પરપણાની બુદ્ધિ કરતે આવ્યા છે એજ મિથ્યાત્વ છે. તેની જગ્યાએ સ્વમાં સ્વપણાની બુદ્ધિ અને પરમાં પરપણાની બુદ્ધિ એજ સમ્યફત્વની ખરી ભૂમિકા છે જીવનાં અભિપ્રાયમાં વિપરીત પણ છે ત્યાં સુધી સમ્યકત્વ ઘણું દૂર છે અને અભિપ્રાયમાં સભ્ય પણું આવી જાય તે સમક્તિ ઘણું સુલભ છે. સમક્તિ પામ્યા પછી જીવ માટે આગળને માર્ગ ખૂબ સરલ બની જાય છે. સમક્તિની એકજ ચાવી એવી છે કે, તેનાથી પરંપરાએ અનંત જ્ઞાન ને અનંત દર્શનનાં અખૂટ ભંડાર ખુલ્લા કરી શકાય છે. બાકી એ ચાવી હાથમાં નથી આવી ત્યાં સુધી ઘરમાં અખૂટ ભંડાર હોવા છતાં તેના માલિક આત્માને એક માલિની જેમ ચાર ગતિરૂપ સંસારમાં ભટક્તાં રહેવાનું છે. પાછી ખૂબીની વાત એ છે કે, બીજા કેઈ ભંડાર ખેલવા હોય તે ક્યારેક બીજી ચાવી પણ લાગુ કરી શકાય છે. પણ આ અનંત જ્ઞાનને અનંત દર્શનના અખૂટ ભંડારને ખેલવા સમકિત સિવાયની બીજી કેઈ ચાવી લાગુ પડે તેમ નથી. માટે જીનેક્ત તત્વમાં શ્રદ્ધા એવી કેળવો કે છેવટે આ પડતાં કાળમાં સમકિતનાં લાભથી વંચિત ન રહી જવાય. જીવની અંદરની જે શ્રદ્ધા પરિણતિ તે જ સમ્યકત્વન મૂળ સ્વરૂપ છે.
સૂત્રના એકાદ વચનને ઉત્થાપે
તે પણ બહુલ સંસારી