________________
રસાધિરાજ
ભોગ કે પરિગ્રહમાં સમકિતિની પ્રસન્નતા નહી - સમકિતિની દ્રષ્ટિમાં લક્ષ્મી પણ અલક્ષ્મીની (દરિદ્રતાની) બહેનપણી છે, એટલે કરડેની સંપત્તિ હોય તે પણ સમકિતીનાં માનસિક આનંદને માટે તે થતી નથી. પુન્ય પરવારતાં લક્ષમી ચાલી જાય એટલે તેની બહેનપણું દરિદ્રતા હાજર થઈ જાય છે. એટલે સમકિતી જીવ માને છે કે, દરિદ્રતા જેની સખી છે તેવી લક્ષ્મીમાંએ મારે શું આનંદ લુંટવાપણું છે ? એમાંથી આનંદ લુંટવા ગયે તે એક દિવસ હું આખેને આ લુંટાઈ જઈશ ! લક્ષ્મીની જેમ પાપ જેને સખા છે એ જે ભેગ વિસ્તાર તે પણ સમકિતી જીવને આનંદ આપનારે થતું નથી. એક એક ભેગ સામગ્રી પાછળ દુનિયામાં કેટલા ઘેર પાપ આચરવામાં આવે છે ? પાંચે ઈન્દ્રિયેનાં રૂપ, રસ, અને સ્પર્શાદિ જે વિષયે તે જ ભેગ વિસ્તાર છે. ભોગ વિસ્તારની પાછળ ઘોર પાપ પરંપરા !
ક્રોમ લેધર જેવી મુલાયમ વસ્તુઓ કેટલાક વાપરતા હોય છે. પણ તેની પાછળ કેટલી ઘેર હિંસા આચરવામાં આવે છે એ તે કેટલાક જાણતા પણ નહીં હોય ! અને જાણતા હોય તે પણ ચીજનાં મેહમાં કેટલાકે આંખ આડાં કાન કરતાં હોય છે. ગાય-વાછરડાં વગેરે જીવતાં પશુઓ પર ગરમા ગરમ ખદબદતું પાણી રેડીને તે જાનવરોને જેર જોરથી પીટવામાં આવે છે અને તેનાં જીવતાં શરીરની ચામડી ઉતારીને આ બધી મુલાયમ વસ્તુઓ બનાવવામાં આવે છે.