________________
દ્રષ્ટા કેણ ?
[ ૨૭૬ કેવલજ્ઞાનની જેમ સમ્યક્ત્વ પણ જીવને પ્રકૃષ્ટ ગુણ છે.. કેવલજ્ઞાનમાં સર્વ પદાર્થોનું જ્ઞાન હોય છે. તે સમ્યકત્વમાં સર્વે પદાર્થોનું સમ્યગ શ્રદ્ધાન હોય છે કેવલી લેકાલેકનાં બધા ભાવને જાણે છે તે સમકિતી કેવળી નિરૂપત સૂક્ષ્માતિ સૂમ બધાં ભાવેને સદ્ધહે છે. કેવળી પ્રરૂપિત એક પણ પદાર્થને જીવ ન સદ્ધહતે હેય ત્યાં સુધી તે મિથ્યાદ્રષ્ટિ છે, ભલે પછી લાખે પદાર્થોને સદ્ધહતે હોય છતાં મિથ્યાદ્રષ્ટિ છે. સૂત્રના એક અક્ષરને ઉત્થાપે તેને પણ બહુલ સંસારી કહ્યો છે. સૂત્રના કરે અક્ષરમાં શ્રદ્ધા હોય ને એકાદ અક્ષરને ન સદ્ધહતે હોય તે પણ તે મિથ્યાદ્રષ્ટિ છે તત્વની અશ્રદ્ધા એજ મિથ્યાત્વ છે. એક અક્ષર કે પદની અશ્રદ્ધા થાય તેપણ મિથ્યા છે કારણ કે કેવલજ્ઞાનની જેમ સમ્યક્ત્વ ગુણ પણ મહાન ગુણ છે. કેવલજ્ઞાની સર્વ ભાવને જાણે અને સમકિતી સવ ભાવેને સદ્ધહે એટલું જ બંને વચ્ચે અંતર છે. જમાલી વગેરે નિન્હવે આખી દ્વાદશાંગીને સધ્ધહનારા હોવા છતા એકાદ વચનમાં અશ્રધ્ધા થતાં શાસ્ત્રકારોએ મિથ્યાદ્રષ્ટિ તરીકે જાહેર કર્યા છે. | માટે મિથ્યાત્વના ક્ષપશમે સમ્યક્ત્વનાં પરિણામને પામેલે સમ્યગ દ્રષ્ટિ જ ખરે દ્રષ્ટા છે. સમ્યગ દર્શનનાં પ્રભાવે જગતનાં ભાવેને સમકિતી જીવ યથાસ્થિત સ્વરૂપમાં જોનાર હોય છે. તેને આખીયે ભવચેષ્ટા કેવા સ્વરૂપે ભાસે છે તે અંગે ઉલ્લેખ કરતાં યુગદ્રષ્ટિ સમુચ્ચયગ્રંથમાં. આચાર્ય ભગવાન હરિભદ્રસૂરી મહારાજ ફરમાવે છે કે, बाल धूलीगृहक्रिडा तुल्याऽस्यां भाति धीमताम् ।
तमोग्रन्थिविभेदेन भवचेष्टाऽखिलैवहि ।।.