________________
સુખની શોધમાં
[ ૨૫૮ કે એટલી આપણી ભાવિની નબળાઈ છે. આ તે વિષયના લગતી ભૂમિકા તૈયાર થઈ
મહાપુરૂષોએ સુખી થવાના અનેક ઉપાય બતાવ્યા છે તેમાંના અમુક મારે તમને સમજાવવાનાં છે. તેમાં પહેલે જે ઉપાય એ છે કે જ્યાં આપણે બેઠા છીએ ત્યાંથી ઉઠવું જોઈએ. એટલે કે મમતામાં બેઠા છીએ ત્યાંથી ઉઠીને સમતામાં આવવું જોઈએ. એ સામર્થ્ય ન હોય તે છેવટે
જ્યાં રહ્યા છે ત્યાં અનાસક્ત ભાવે રહેવાવું જોઈએ. આ સંસારના પદાર્થો ઉપરથી-સ્ત્રી, પુત્ર, ધન ઉપરની મમતા ઉઠાવવી જોઈએ. જીવનમાં અનાસક્ત ભાવે રહેશે તે કયારેક સુખના દર્શન થશે. જેટલે અંશે સંસારમાં વધુ લેપાઈને રહેવાના તેટલે અંશે વધુ દુઃખી થવાના. હિમાલયના પ્રદેશમાં ચમરી નામની ગાય થાય છે, તેની દોડ હરણ જેવી જ હોય છે. કોઈવાર વાઘ કે વરૂ તેની પાછળ પડેતે તે પવન વેગે દોડી શકે છે પણ તેને તેનું પુંછડું બહુ પ્રિય હોય છે, તેથી તે જે કયાંય ઝાડી-ઝાંખરામાં ભરાઈ જાય તે તે ત્યાંની ત્યાંજ થંભી જાય છે. જે તે દોડે તે કેઈને હાથમાં ન આવે પણ દોડે જ નહિ અને અંતે વાઘ કે વરૂ ફાડી ખાય, પણ તે પુછના મોહમાં પિતાના પ્રાણ પણ જતા કરે છે અને તેને પુછ ઉપર એટલે બધે પ્રેમ હોય છે કે જેટલે આજે તમને મૂછ ઉપર પણ નથી. આ રીતે મમત્વ આપણને પણ મારી નાખે છે. આમાં તે હું મમત્વ છેડવાની વાત કરું છું કાંઈ હજુ ઘરબાર છોડવાની વાત કરતું નથી. પણ એટલું તે નક્કી કરો કે ત્યાગ