________________
સુ...ખ. ની
શોધ..માં
જગતમાં કોઈપણ આત્મા એ નહીં હોય કે જેને સુખ પ્રિય ન હોય અને દુઃખ પ્રિય હોય. જીવ માત્ર દુઃખના. કેશી છે અને સુખના રાગી છે. આમ છતાં જગતના જેમાં અનાદિની મેહાન્યતા હોવાથી તેમને વસ્તુના ગુણધર્મો સમજાતા નથી અને જગતના છે જે જે ચેષ્ટાઓ સુખ માટેની કરે છે તે તે ચેષ્ટાઓથી દુઃખ જ પામે છે. મહાશ્વેતા અનાદિની આપણી એવા પ્રકારની છે કે જે રસ્તે સુખ નથી, તે રસ્તે આપણે સૌએ સુખ માન્યું છે અને ઉંધા માગે આપણે સૌ સુખની શોધ ચલાવી રહ્યા છીએ. સુખની શોધમાં આપણે સૌ નીકળ્યા છીએ પણ જ્ઞાનીએ કહેલાં રસ્તે નીકળ્યા નથી, પણ સ્વબુદ્ધિથી કલ્પેલા રસ્તે નીકળ્યા છીએ. આ રીતે તે યુગનાયુગ સુધી સુખની શોધ ચલાવ્યા કરશું તે પણ સુખ કયાંય મળવાનું નથી, અનાદિનું દુઃખ કાંઈ ટળવાનું નથી.