________________
૫૫ ]
સાધિરાજ
ચૂણી ભાષ્ય સૂત્ર નિયુÖક્તિ અને ટીકા એ બધા આગમ પુરૂષના અંગ કહ્યા છે. જેને પંચાગી કહેવામાં આવે છે. આ પાંચમાંથી કેઈપણ અંગનુ છેદ કરવું તે આગમ પુરુષના અંગનુ છેદ્ય કરવા ખરાખર છે, અને તેવાને આનદધનજીએ દુર્ભાવી કહ્યા છે. પેાતાના વક્તવ્યોની પુષ્ટિમાં વાતવાતમાં આનંદઘનજીના મંતવ્યોનુ ઉલ્લેખ કરનારા દરેકે આ ગાથાનું ખૂબ પરિશીલન કરી લેવાની જરૂર છે. મહાપુરૂષોને ન્યાય આપવા હોય તે તેમના મતબ્યાના સર્વાંગીક અભ્યાસ કરી લેવા જોઈએ. પેાતાને અનુકૂળ હાય તેટલું લઈ લેવું અને બાકી બધું મૂકી દેવું, એમ કરવાથી મહાપુરૂષાને ન્યાય આપી શકાતુ નથી, પ્રતિમાં પૂજન અંગેના તેા મૂળ આગમામાં પણ સ્પષ્ટ પાડો આવે છે. તેમાં શાશ્વતી અશાશ્વતી બન્ને પ્રકારનાં અધિકારા આવે છે અને તે બન્ને પ્રકારની પ્રતિમાએ વંદનીય અને પૂજનીય છે.
શાશ્વતી પ્રતિમાએ પૂજનિક છે તેમ અશાશ્વતી જિન પ્રતિમાઓ પણ પૂજનિક જ છે. જિનપ્રતિમાની ઉપાસના કરવામાં શાશ્વતી કે અશાશ્વતી તેવા ભેદ પાડવાના હાતેા નથી સુર્યાભદેવ તેવી શુભકરણી વડે દેવલાકમાં રહીને પણ પેાતાનુ હિત સાધી લે છે આ આખાએ અધિકાર રાયપસેણી સૂત્રમાં ખૂબજ વિસ્તારથી કહેવાએલા છે. જેની પર આપણે સંક્ષેપથી વિવેચન કર્યું છે. સૌ તેમાંથી સાર ગ્રહણ કરી નિજ આત્મ હિત સાથે એજ એક અભિલાષા.