________________
૨૨૫ ]
: રસાધિરાજ છે કે આ બંધનમાંથી ક્યારે છુટું ? જુઓ, આ તિર્યંચ ગતિને પ્રાણી છે. છતાં મુક્ત જીવનની મેજ માણવા ઈચ્છે છે, પણ બંધનમાં રહેવા ઈચ્છતું નથી. તે પછી આઠ કર્મના પિંજરામાં છુટયા પછીને આનંદ કે અપૂર્વ હશે? ભવિ જીવ કર્મના પિંજરામાંથી છુટવા ઈચ્છે છે. આશ્રને પરિત્યાગ કરી સંવર અને નિર્જરાના માર્ગને અનુસરનારા આઠ કર્મના પિંજરામાંથી છુટી જાય છે. કર્મ પિંજરમાંથી છુટકારે થાય એજ ખરી મુક્તિ છે. દ્રવ્ય મુક્તિને પણ થોડોક આનંદ હોય છે તે ભાવ મુક્તિને આનંદ તે કેક હેતે હશે ? તે આનંદ તે એ અભૂતપૂર્વ હોય છે કે જે શબ્દોમાં પણ વર્ણવી શકાય નહીં. જીવને વિષયોમાં આનંદ આવે છે પણ તે તો ક્ષણ પૂરતો આનંદ છે. જ્યારે મુક્તિને આનંદ શાશ્વત છે. વિષ્ટાના કીડા વિષ્ટામાં આનંદ માણે છે. તેમ ભારે કમી જેવો વિષયમાં આનંદ માણે છે. આસન્નસિદ્ધિ જીવ હોય તે જ વિષયમાં વિરક્ત બને છે. અ૫ કાળમાં મેક્ષે જનાર જે જીવ તેને આસન્નસિદ્ધિ કહેવામાં આવે છે. ઇન્દ્રિય સુખમાં તો કુતરા અને કાગડા પણ આસક્ત બનેલા હોય છે, પણ અતિન્દ્રિય સુખ ભણી એટલે આત્મિક સુખ ભણી જેણે પોતાની દૃષ્ટિને વાળી તે જ ખરો સત પુરૂષ છે. અને તે પુરુષ જ પરંપરાએ પોતાના અનંત અવ્યાબાધ સુખને મેળવી શકે છે. છેલ્લે લેયા સારી રહે તે પરલોક જરૂર સુધરે
એક દિવસ પાંજરાના દ્વાર ખુલ્લા રહી ગયા, અને પોપટ એકદમ ઊડીને એક વૃક્ષની ડાળ પર જઈ બેઠો.