________________
બંધન-મુક્તિ
[ ૨૨૦ નથી. રાજા મહારાજાએ પણ સુખી નથી. કહેવાતા શેઠ કે સેનાધિપતિઓ પણ સુખી નથી. કારણ કે આમાંના કેઈ આધિ, વ્યાધિ કે ઉપાધિથી મુક્ત હેતા નથી. સુખીમાં સુખી જે કોઈ હોય તે વીતરાગી એવા મુનિ ભગવત છે. કારણ કે, તેમને આધિ, વ્યાધિ ને ઉપાધિની જગ્યાએ સમાધિ હોય છે. માટે વપરાગી એવા મુનિ ભગવંતે સુખી છે. આજે ઘર ઘરના વાતાવરણમાં કલેશ અને કંકાસ કેટલા વધી ગયા છે ? તેવા વાતાવરણમાં સ્વપ્ન પણ સુખની આશા શી રાખી શકાય ? સંસારમાં તે મોટા ભાગના ચિંતામાં ને ચિંતામાં ઉભા સળગે છે. છતાં સંસારી કેટલીકવાર થપ્પડ મારીને મેઢા લાલ રાખે છે ! જ્યાં અંશે 'પણ આત્માના સ્વરૂપની ઝાંખી જેને થઈ છે. તેને જ વાસ્તવિક સુખ છે. બાકી તે કઈ એક કવિએ લખ્યું
"बहुत वणज बहुत बेटीया दो नारी भरथार । इतने को मत मारीओ मार रह्यो किरतार ॥"
ચારે બાજુને ખૂબ જેને વ્યાપાર હેય, ઝાઝી જેને દીકરીઓ હોય, બે નારીને જે ભરથાર હોય, કવિ કહે છે, આટલાને કેઈ હણશે નહીં. કારણ કે કિરતાર તેને હણું જ રહ્યો છે. આ ત્રણે બાબતે તમારા અનુભવની હવાથી લાંબુ વિવેચન કરવાની જરૂર રહેતી નથી. તે કાળના રાજામહારાજાઓના અંતેઉરમાં તે હજારે મહારાણીઓ રહેતી હતી. જેની ચાલુ વાર્તા છે, તે શંખરાજાના અનેઉરમાં પણ ૩૬. મહારાણુઓ હતી. તે રાજાઓના અંતરંગ જીવનની તે વાત કરવી? પુમેરા સર ઉતરે એ વાત