________________
પ્ર......શી...રા...જા....ના
દશ પ્રશ્નો
પ્રદેશ રાજા શરૂઆતમાં તદ્દન નાસ્તિક હતા. તે અંગેનું પ્રદેશી રાજાનાં પ્રધાન ચિત્ર સારથીને મનમાં ખૂબ દુઃખ રહેતું હતું. રાજા જે આસ્તિક બને તે સારૂં. તેવી ચિત્ર સારથીની પ્રબળ ભાવના હતી. એકવાર વિહાર કરતા કરતા કેશી ગણધર ભગવાન તામ્બિકા નગરીમાં પધારે છે. ચાર જ્ઞાનનાં ધણી કેશી સ્વામિ નગરીની બહાર મૃગવન નામે ઉદ્યાનમાં સમવસર્યા. ચિત્ર સારથીએ પૂર્વે વિનંતી કરેલી એટલે ચિત્ર સારથીને કેશી સ્વામિનાં આગમનથી અપૂર્વ આનંદ થશે. એકવાર અશ્વક્રિડાના નિમિત્તે ચિત્રસારથી પ્રદેશી રાજાને મૃગવન ઉદ્યાનમાં તેડી જાય છે અને કેશી. ગણધર ભગવાનનાં સમાગમમાં આવવાનું પ્રદેશી રાજાને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
જોકે શરૂઆતમાં તે પ્રદેશ રાજાએ કેશી સ્વામિ માટે ખૂબજ અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા છે પણ સંપર્કમાં