________________
પ્રદેશી રાજાના દશ પ્રકને
[ સ્પર ટીકાકાર પૂ. અભયદેવસૂરીજીએ જિન પ્રતિમાં એ કર્યો છે. કામદેવની પ્રતિમા એ અર્થ કર્યો નથી. પૂ. અભયદેવસૂરીજી મહાન સમર્થ વિદ્વાન એક હજાર વર્ષ પહેલાના નવાંગી ટીકાકાર છે.
આવા સમર્થ મહાન પુરૂષો સૂત્ર વિરૂદ્ધ પ્રરૂપણ શા માટે કરે ? “જ્ઞાતા સૂત્ર” અને “રાયપણી સૂત્ર ની જેમ “ભગવતી સૂત્ર” “ઠાણાંગ સૂત્ર.” “જિવાભિગમ સૂત્ર” વગેરે અનેક સૂત્રોમાં જિન પ્રતિમાં અંગે સ્પષ્ટ અધિકારે આવે છે. જિન પ્રતિમા એ આજ કાલની વસ્તુ નથી, એ તે અનાદિ કોલથી સિદ્ધ થએલી વસ્તુ છે.
અરિહંત પરમાત્મા જેમ નામ અને ભાવ નિક્ષેપ પૂજનિક છે, તેમ દ્રવ્ય અને સ્થાપના નિક્ષેપે પણ પૂજનિક છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ફરમાવે છે કે,
नामाकृति द्रव्यभावै पुनतस्त्रिजगज्जनम् ।
क्षेत्रे कालेच सर्वस्मिन्नर्हतः समुपास्महे ॥ નામ-આકૃતિ, દ્રવ્ય અને ભાવ વડે સર્વ ક્ષેત્ર અને સર્વકાળમાં ત્રણે જગતના આત્માઓને પવિત્ર કરનારા અરિહતેની અમે ઉપાસના કરીએ છીએ. આ ગાળામાં ચારે નિક્ષેપાથી અરિહંત પરમાત્માની સ્તવના કરી છે. જેને ભાવ નિક્ષેપ સાચે તેને ચારે નિક્ષેપ સાચા હોય છે. પ્રતિમાને જડ કહીએ તે નામ પણ જડ છે. નિરંજન નિરાકારને આકાર ન હોય તે નામ પણ ન હોય ! નામ અને રૂપ બને શરીરાશ્રિત છે. છતાં પરમાત્માના નામનું આલંબન લઈ