________________
૨૪૩ ]
• સાધિરાજ ત્યારે જેણે લેઢાનો જ આગ્રહ રાખ્યો તે દુઃખી દુઃખી થઈ ગયે. કારણ કે, તેને લેઢાનાં ખાસ દામ ઉપજ્યા નહી. જ્યારે હિરા ને રત્નવાળાને તે કરોડો રૂપિયા ઉપજી ગયા ! એટલે તે ખૂબ સુખી થયા. બસ તેવી રીતે રાજન આ હિરા જે આત્મા મેં તને ઓળખાવી દીધો છે. છતાં લેઢા જેવા નાસ્તિક મતને તું ત્યાગ નહીં કરે તે રાજન તું પણ પિલા હઠીલા વ્યાપારીની જેમ દુઃખી થઈશ!
પ્રદેશી રાજા હવે પોતાના મનનું સંપૂર્ણ સમાધાન થઈ જતાં કેશી ગણધર ભગવાનને કહે છે કે, સ્વામિ તમે તે મારે ખરેખર ઉદ્ધાર કર્યો છે. આજ મારો ઉદ્ધાર કરીને જાણે મને આપે શીવપુરને રાજ સમપિ દીધે. આપને જેટલે ઉપકાર માનું એટલે એ છે છે. આપે બુડતા જીવને ઉદ્ધાર કરીને આ પામર ઉપર અનંત ઉપકાર કર્યો છે. આત્માને ઓળખવા માટેની જે મારી પાસે દ્રષ્ટિ જ ન હતી, આપે તે આત્માને ઓળખવાની દ્રષ્ટિ આપીને ખરેખર દ્રષ્ટિદાન કર્યું છે. કયા શબ્દોમાં હું આપને ઉપકાર વ્યક્ત કરી શકું? આવું દિવ્ય જ્ઞાન આપીને આપે ખરેખર મારા જેવા આંધળાને દેખતે કર્યો છે. આપ કરૂણાનાં સાગર હોઈ આ પામર પર આપે અનંત ઉપકાર કર્યો છે. મને થાય છે કે, આપના ચરણમાં હું શું ધરી દઉં? આત્માથી દુનિયામાં બધું હીન છે. માટે મારો આત્મા જ હું આપને સમપિ દઉં છું. એટલે આજથી આપની આજ્ઞા મુજબ વર્તવાને , હું મારે દ્રઢ નિર્ધાર જાહેર કરી દઉં છું બસ ખરું સમર્પણ ભાવ આને કહેવામાં આવે છે.
પ્રદેશી રાજા ત્યાં ને ત્યાં સમ્યક્ત્વ સહિત શ્રાવકનાં