________________
પ્રદેશી રાજાના દશ પ્રશ્નો
[ ૨૪ર બીજા પ્રશ્નો રહ્યા નથી પણ પેઢી દર પેઢીથી ચાલ્યા આવતે ધર્મ હું મૂકી કેમ શકું? આ છેલ્લા પ્રશ્નને આપ મને
ગ્ય સમાધાન કરી આપે. એટલે મારા મનને પરમ શાન્તિ થઈ જાય અને મારી ભાવના હવે આપના જ માગે આગળ વધવાની છે, એટલે જિન માર્ગ અંગીકાર કરવાની મારી ભાવના થઈ ગઈ છે. રાજન, કુળ પરંપરાથી ગમે તે ધર્મ ચાલ્યો આવતો હોય તે પણ તે ધર્મ નહીં પણ અધર્મ હોય તે તેને ત્યાગ કરવામાં એક ક્ષણની પણ વાર નહીં લગાડવી જોઈએ, નહીં તે રાજન તારે લેઢાને જ આગ્રહ રાખનારા વ્યાપારીની જેમ પસ્તાવું પડશે. તે વ્યાપારી કેણ? આપ મને બરાબર સમજાવી દે.
રાજન , અમુક ચારથી પાંચ વ્યાપારી ગાડી લઈને વ્યાપારાર્થે જઈ રહ્યાં હતાં. રસ્તામાં લેઢાની ખાણ જોઈને ગાડામાં જેટલું ભરાય તેટલું લેટુ ભરી લીધું. ત્યાંથી જરા આગળ ધપ્યા ત્યાં ત્રાંબાની ખાણ આવી. એક સિવાયનાં બીજા બધાં વ્યાપારીઓએ લેઢાને ત્યાગ કરીને જેટલું ભરી શકાય તેટલું તાંબુ ભરી લીધું, પણ એક વ્યાપારી ન સમજ્યા. આગળ જતાં ચાંદીની ખાણ આવી, વળી આગળ જતાં સેનાની ખાણ આવી ને આગળ જતાં હિરા-માણેકને રતનની ખાણ આવી. બીજા વ્યાપારીઓએ જેટલાં ભરાય તેટલાં હિરા ને રત્ન ગાડામાં ભરી લીધાં પણ પેલે એક વ્યાપારી તે ન સમજે તે ન સમજો અને તેણે લેઢાને જ આગ્રહ રાખ્યો !
ઘેર આવ્યા પછી બીજા બધા વ્યાપારી ખૂબ સુખી થયા. ભવ્ય મહેલ ચણાવીને તેમાં આનંદકિલ્લેલ કરવા લાગ્યા.