________________
પ્રદેશી રાજાના દેશ પ્રશ્ના
[ ૨૪૮
સંસાર ભાગવવાની તેની અંદરની મનેાકામના હતી. એટલે તેવી છુટ મેળવવા તે જેને એકવાર પાતાના પ્રાણ કરતા પણુ પ્રિય ગણનારી હતી, અને પ્રાણનાથ કહીને ખેલાવનારી હતી તે જ પ્રદેશીરાજાનાં પ્રાણ લેવાના ઉપાયે યેજી રહી છે. જેમાં અતિ રાગ હોય તેમાંજ કયારેક અતિ દ્વેષ પેદા થાય છે માટે રાગ કે દ્વેષ કયાંય વધારે પડતા પાષવા જેવા નથી અને તેનું પરિણામ કેટલુ' ભય'કર આવે છે તે પ્રદેશી રાજા અને સૂરિકાન્તાના દ્રષ્ટાંત પરથી ખરાબર સમજી શકાય છે.
પ્રદેશી રાજાએ એકવાર ચૌવિહારા છઠ્ઠ કરીને પૌષધવ્રત અંગીકાર કરેલું છે. આત્માનાં ગુણાની પુષ્ટિ થાય એ રીતે જ પ્રદેશી રાજા પૌષધવ્રતમાં રહેતા હતા. નિંદા-કૂથલીની પ્રવૃત્તિથી તેઓ લાખ લાખ ગાઉ દૂર રહેતા હતા અને પૌષધવ્રતની ખરી વ્યાખ્યા પણ તે જ છે કે, જેમાં આત્માના ગુણેાની પુષ્ટિ થાય તેનુ નામ પૌષધ.
પ્રદેશીરાજા આત્મ કલ્યાણની પ્રવૃત્તિમાં ખરાખરના જોડાઇ ગયેલાં. જ્યારે સૂરિકાન્તા રાણી વચ્ચેથી કાંટા કાઢી નાંખવાની પ્રવૃત્તિમાં પડી ગઈ છે. પ્રદેશીરાજા ત્રીજે દિવસે સવારના પૌષધવ્રત પારીને ચૌવિહારા છઠ્ઠનું પારણું કરવા નીચે રસાડામાં આવે છે. લગભગ પોરસી, સાઢ પોરસીને સમય ચડાવેલા છે, અને સૂરિકાન્તા રાણી પારણામાં પ્રદેશી રાજાને ઝેર આપી દે છે. પારણાં નિમિત્તે બનાવેલી વસ્તુઓમાં કાતિલ ઝેરનુ' મિશ્રણ કરી નાંખે છે. પારણુ' કર્યાં બાદ રાજાને થાડીક જ વારમાં શરીરમાં વિષ ખાધા થતાં તિત્ર અશ્ચાતા થઈ જાય છે. શરીરની નસે નસે જાણે ખે’ચાવા