________________
૨૩૩ ]
રસાધિરાજ
પ્રદેશી રાજાએ બીજો પ્રશ્ન એ કર્યો કે, મારી દાદી ખૂબજ ધાર્મિક હતી. સામાયિક-પ્રતિક્રમણ, પૌષધ વગેરે દરેક ધર્મ કિયા તે કરનારી હતી. સુપાત્રે દાન કરતી હતી. તમારા મત પ્રમાણે મારી દાદી જરૂર દેવલેકમાં ગઈ હેવી જોઈએ, છતાં તેણે પણ અહિં આવીને મને એમ કહ્યું નથી કે, તું મારી જેમ ધર્મ–ધ્યાન કરજે જેથી પરલેકમાં તને મારી જેમ સ્વર્ગનાં સુખ મળશે ભલે આપનાં કહેવા પ્રમાણે મારો દાદે નરકમાંથી પરવશતાને લીધે અહિં ન આવી શકે, પણ મારી દાદીને સવર્ગમાંથી અહિં આવવાને કેણ રેકી શકે ? પણ તે હજી મારી પર તેને ખૂબ સ્નેહ હોવા છતાં મને ચેતવણી આપવા આવી નથી. માટે હું એવા નિર્ણય પર આવ્યું કે, પરલેકગામી આત્મા નથી. અહીં શરીર ભસ્મીભૂત થવાની સાથે આત્મા પણ ભસ્મીભૂત થઈ જાય છે.
રાજન ! તું સ્નાનથી શુદ્ધ થઈને, હાથમાં દેવ પૂજાની કેશર–ચંદન, ધૂપ વગેરે સામગ્રી લઈને દેવમંદિરમાં પૂજા કરવાને જઈ રહ્યો છે, અને તને કેઈ ભંગી કહે કે, રાજન ! અહીં સંડાસમાં આવાને થોડીવાર વિશ્રાંતિ લે ને ! ડીલ જરા લાંબુ કરે તે, રાજન, તું સંડાસમાં દાખલ થાય ખરે ! પ્રભુ સંડાસમાં પ્રવેશ કરવાની વાત તે ઠિીક, પણ હું તે ભંગીની સામું પણ ન જેઉં. તેને સજા કરાવું ! તે રાજન, દેવ દુર્ગધને સહન કરી શક્તા નથી. અહીંની મૃત્યુલેકની દુર્ગધ ચાર સે થી પાંચ સે જોજન