________________
૨૩૫ ]
રસાધિરાજ થયો અને કહે છે કે, હજી મારી પાસે પુરાવા છે તે સાંભળે ! કેઈ એક ચારને જીવતાં મેં લેઢાની કુંભમાં પુરી દીધું. પછી તે કુંભી પર મજબૂત ઢાંકણ ઢાંકી દીધું. વળી ઉપર સીસાનું રણ દેવડાવી દીધું, થોડા સમય બાદ કુંભીને ઉઘાડીને જોયું તે ચાર મૃત્યુને પામી ગયેલે, પણ કુંભમાં કયાંય તલનાં દાણા જેટલુએ છિદ્ર પડેલું હતું નહીં. તે પ્રભુ ! શરીરથી ભિન્ન આત્મા હોય તે તે કુંભોમાંથી ગયે ક્યા માગે ?
રાજન ! મોટો ઓરડો હોય તેની પર ઘુંમટી હોય, તે એરડાનું બારણું મજબૂતપણે બંધ કરી દેવામાં આવે, એક નાનકડાં છિદ્ર એટલે ભાગ પણ ઉઘાડો ન હોય, એકદમ પિક કરેલે ઓરડો હોય, તેની અંદર પહેલાથી કોઈ માણસને રાખેલે હોય ને અંદરથી રણભેરી વગાડવામાં આવે તે રાજન ! તેને અવાજ બહાર આવે કે નહીં ? અવાજ તે જરૂર બહાર આવવાને ! તે રાજન, એક પણ છિદ્રનાં અભાવમાં અવાજ બહાર નીકળી શકે તે જીવ તે અરૂપી સત્તા છે, તે તે શબ્દ કરતાં પણ સૂફમાતિ સૂક્ષ્મ છે, તે પછી કાણાં કે છિદ્રના અભાવમાં કુંભીમાંથી જીવ બહાર નીકળી જાય તેમાં શી નવાઇની વાત છે ? શબ્દને અવાજ જે બહાર આવી શકે તે જીવ કુંભીમાંથી બહાર નીકળી જાય એ તદ્દન સ્વાભાવિક છે. માટે જીવ એ અભાવાત્મક નથી પણ ભાવાત્મક છે. (૪) આત્માની શ્રદ્ધા થયા વિના ધર્મમાં
રૂચી જાગે નહીં ! વળી પણ રાજા પ્રશ્ન મૂકે છે કે, એક શેરને