________________
*
સાથે શ્યામ બી
આગળ ધપતા
ભાવી દે છે,
૨૨૩ ]
રસાધિરાજ પાપ આચરવા પડે છે. અને તેમાં માયા-મૃષાવાદ તે ખૂબ સેવવો પડે છે.
રાજાના હુકમની બજાવણું રથ તૈયાર કરાવીને ચંડાલણી કલાવતીને તેમાં બેસી જવાનું કહે છે, અને રાજાના કહ્યા મુજબ પિયરનું બહાનું આપીને રથને ત્યાંથી પુરવેગમાં હંકારી મૂકે છે. રથની સાથે શ્યામ બળદ જોડેલા જોઈને સતી કલાવતી અંદરના ભેદને સમજી ગઈ. રથ આગળ ધપતા ધપતા જંગલના એક તદ્દન સૂકા પ્રદેશમાં ચંડાલણી રથને થંભાવી દે છે, અને રાણીને કહે છે, બાઈ હવે નીચે ઉતરો. સતી કલાવતી મનમાં એકદમ ઉચાટ ખાઈ જાય છે, અને ચંડાલણીને કહે છે મને પીયર મેકલવાને રાજાને આદેશ છે આ માર્ગ પીયરને તે છે નહીં. અને તે મને આવા તદ્દન નિર્જન -સૂકા જંગલમાં કેમ ઉતારી મૂકી ?
ચંડાલણી કહે છે, બાઇજી હવે સ્પષ્ટ ખુલાસે કરૂં છું રાજાએ તમને પીયર મેકલ્યા નથી. પણ તમારા કોઈ મહાન અપરાધને લીધે રાજાએ ભર જંગલમાં લઈ જઈને તમારા બંને કર છેદી નાંખવાને મને હુકમ કર્યો છે, એટલા માટે હું તમને રથમાં બેસાડી જંગલમાં લઈ આવી છું.
અંતે સત્યને સૂર્ય ઝળહળી ઉઠો ! - રાજાને હુકમ સાંભળતા જ કલાવતી જમણે હાથ તે પિતાના હાથથી જ છેદીને ચંડાલણીને આપી દે છે, ડાબે હાથ ચંડાલણી છેદી નાંખે છે. બેન્બા સહિત બને હાથ -નગરમાં આવીને રાજને સેપે છે. રાજા - લીલાવતી