________________
૨૫ ]
રાધિરાજ
સંપત્તિમાં પલટાઈ જાય છે. મહા ભયંકર વિને પણ શીયળના પ્રભાવે દૂર થઈ જાય છે. શીલવંતને દેવે પણ શિર ઝુકાવે છે. કલાવતી મહાસતી હોવા છતાં પૂર્વના કર્મના ઉદયે તેની સાથે મહાભયંકર આફત આવી પડી છે. છતાં સૂર્યની આડા આવી ગયેલા વાદળાંને વિખરાઈ જતા વાર કેટલી લાગે છે ? તેવી રીતે ધર્મના પ્રભાવે ગમે તેવા વિપત્તિના વાદળ પણ એક ક્ષણવારમાં વિખરાઈ જાય છે. તરતના જન્મેલા બાળક પ્રત્યે કલાવતી કહે છે, હે બાળ ! ભર જંગલમાં તારે જન્મ થયો છે. કેણ અહીં તારી સારસંભાળ લેનાર છે? ઉજજૈણું નગરીમાં આજે તારે જન્મ થયે હેત તે અત્યારે સુમધુર વાજિંત્રો વાગતા હતા. જ્યારે અહીં તે શિયાળીયાનું રૂદન સંભળાય છે. નગરીમાં તા. જન્મ થયે હેત તે અપૂર્વ ભવ્યતાપૂર્વક આજે તારે જન્મ મહોત્સવ ઉજવાત. આખી નગરીમાં આનંદનું વાતાવરણ છવાઈ જાત. જ્યારે હે પુત્ર! અહીં જંગલમાં આ દુઃખીયારી હું તારી માતા આંસુની ધાર વહાવીને તારે જન્મ મહોત્સવ ઉજવી રહી છું. હું રાજરાણી અને તું રાજપુત્ર હોવા છતાં આવા સંકટ કાળના સમયે પણ આપણું કેઈ સાર સંભાળ લેનાર નથી. મારા બંને હાથ કપાઈ ગયા છે. તેમાં વળી આ પ્રસૂતિને કાળ! બીજું બધું તો ઠીક પણ હું અશુચિ પણ શી રીતે ટાળીશ? પુત્રનું પાલન શી રીતે કરીશ ! આ રીતે મનમાં સંતાયક્રયા પૂર્વક રૂદન કરે છે.
- શીયળને પ્રભાવ ! " એટલામાં શીયળ ધર્મના પ્રભાવે જે સૂકી નદી હતી
૧૫