________________
રર૭ ]
રસાધિરાજ વિનાનું એકલું સૌંદર્ય શોભારૂપ નહીં પણ શ્રાપરુપ જરુર છે. - રાજા, વાજા ને વાંદરા !
ધર્મને પ્રભાવ જોઈને કલાવતી રાણું એકદમ ઉત્સાહમાં આવી જાય છે. એટલામાં એક તાપસ ત્યાં આવી પહોંચે છે. રણ જે પ્રદેશ નંદનવનમાં પલ્ટાઈ ગયેલે જઈને તાપસને મનમાં ખૂબ હર્ષ ઉત્પન્ન થાય છે. તાપસ નેપાળ દેશ તરફ રહેનાર હોવાથી પૂર્વાવસ્થામાં તે કલાવતીના પિતાને મિત્ર હતું. એટલે કલાવતી તેને આદરથી બોલાવે છે, અને તાપસ પણ કલાવતીને કહે છે કે, અરે ! પુત્રી તું આવી મહા ભયંકર અટવીમાં એકાકી કઈ રીતે આવી પહોંચી ? મને પિતા તૂલ્ય ગણુને તું બધી હકીક્ત કહી સંભળાવ. કલાવતી અવરથી આખર સુધીની બધી ઘટના કહી સંભળાવે છે. સાંભળીને તાપસ એકદમ શંખ રાજા પ્રતિ કે પાયમાન થઈ ગયે. કલાવતીને તાપસ , કહે છે, તું કહેતી હો તે હું રાજાને એ ઉપદ્રવ કરૂં કે તેની બુદ્ધિ ઠેકાણે આવી જાય ! કલાવતી કહે છે, આપ મારા માટે પિતા તુલ્ય છે પણ રાજા પ્રતિ કેપ નહીં કરે. રાજાને લાંબે દોષ નથી. રાજાઓ હંમેશા કાચા કાનન જ હેય છે. કેઈ ભંભેરણી કરે એટલે ભરમાઈ જાય. માટે જે પરવશ હોય તેની દયા ચિંત! "
તાપસ પોતાની વિદ્યાને બળે ત્યાં કલાવતીને જંગલમાં રહેવા માટે ભવ્ય પ્રાસાદ ઊભો કરી દે છે. કલાવતી પોતાના પુત્રી સાથે તે મહેલમાં દિવસે પસાર કરી રહી છે