________________
૨૧૯ ]
રસાધિરાજ આટલે બધે ભેદ રાખે છે, પટરાણુંને મનમાં એમ છે કે કલાવતીને બેરખાં રાજાએ જ કરાવી આપ્યા છે. રાજા મહારાણી પ્રત્યે કહે છે તમને કેણે દુભાવ્યા છે ? અંતે ઉરમાં તેણે તમારો અનાદર કર્યો છે ? મહારાણી રાજાને. કહે છે, કેઈએ મારે અનાદર કર્યો નથી. તમે જ મારી તરફ ભેદભાવ રાખ્યો છે. મને અંધારામાં રાખીને કલાવતીને તમે રાતના અજવાળું કરે તેવા બેરખા ઘડાવી આપ્યા છે, ત્યારે મારી કઈ ગુનેગારી છે કે મને જ ભૂલી ગયા ?
અંદરથી ખદબદતું વાતાવરણ રાજા કહે છે, કલાવતીને મેં બેરખાં ઘડાવી આપ્યા નથી. અને મને તે અંગેની કંઈ ખબર પણ નથી. માટે મહારાણી તમે કલાવતીને પૂછીને નક્કી કરે કે બેરખા કોણે ઘડાવી આપ્યા તે ? અથવા ભેટમાં મળ્યા હોય તે કેના તરફથી મળ્યા છે? એટલે લીલાવતી ત્યાં કલાવતીની સમીપે પહોંચી ગઈ અને રાજા પણ એક બાજુ છાને ઉભે રહ્યો છે. આ ઉપરથી સમજી શકાય છે કે રાજાઓના અંતેઉરના વાતાવરણમાં પણ કેટલી અશાંતિ હોય છે, અને અંદથી વાતાવરણ કેવું ખદબદતું હોય છે, મોટા ભઠ્ઠીની આગ કરતાં ઈર્ષાની આગ તો એકલા મૃત્યુલોકમાં જ નહીં પણ જ્યાં બાદર અગ્નિકાય નથી તેવા દેવલોક સુધી પહોંચેલી છે, દેવોમાં પણ પરસ્પર ઈર્ષ્યા, અદેખાઇ અને મત્સર હોય છે. વૈભવશાળી દેના વૈભવને જોઈને કેટલાક મિથ્યાદ્રષ્ટિ દેવો ઉભા સળગતા. હોય છે ! એટલે જ્ઞાનીઓને ફરમાવવું પડયું કે, “નવ સુધી રેવતા રેવન્ટે” દેવકમાં રહેલા દેવે પણ સુખી