________________
બંધન મુક્તિ
[ ૨૮ ભવ્ય આનંદ ઓચ્છવ ઉજવે છે. જેને સંસારી ભાષામાં સીમંતનો પ્રસંગ કહેવામાં આવે છે. બસ તે જ પ્રસંગે કલાવતીના પિયર પક્ષ તરફથી એક નાની સરખી પેટી ભેટમાં આવે છે. કલાવતીના સગા બે ભાઈઓએ હાથમાં પહેરવા માટેના બે બેરખા (કંકણ) પોતાની બહેન કલાવતી માટે ભેટમાં મોકલ્યા છે. પિતાની શક્યોથી મનમાં શંકાતી હવાને લીધે પિયરથી આવેલી પેટીને કલાવતીએ ગોઠણ નીચે સંતાડી દીધી. ત્યારબાદ પ્રસંગે પેટી એકાંતમાં ખેલતાં તેમાંથી બે બેરખા નીકળ્યા. જે બહુ જ કિમતી હતા, જેમાં હીરા-માણેક જડેલા હતા. પિતાને બંને ભાઈના નામથી અંક્તિ હતા. અંધારામાં પણ ઉજાસ કરે તેવા હતા. ખાટ હિંડલા પર બેસીને હિંચકતા બંને બેરખા કલાવતીના હાથમાં વિજળીના ઝબકરાની જેમ ઝબુકતા હતા. લીલાવતી મહારાણું કે જે શંખરાજાની પટરાણી છે. તેની દાસી એકવાર કલાવતીના હાથમાં બેરખા જેઈ ગઈ. વીજ ઝબુકે તેમ બેરખા રાત્રીના સમયે પણ ચમક્તા જોઈને પેલી દાસીને મનમાં ખીજ ચડી. અંદરમાં તે સળગે છે. પણ ઉપર ઉપરથી કલાવતીને પૂછે છે કે, કહેને બાઈજી ! આવા અમૂલ્ય આભૂષણ તમારી પર કોણે મોકલ્યા છે, તેના તરફથી ભેટમાં આ આભૂષણ મળ્યા છે. કલાવતીના પેટમાં જરાએ પાપ નથી. એટલે સરલ ભાવે કહી દીધું કે વહાલાએ આ આભૂષણ મારી ઉપર મેકલ્યા છે.
દાસીએ જઈને રાજાની પટરાણુને બધી વાત કરી, એટલે લીલાવતી એકદમ કોધાતુર થઈ ગઈ મનમાં તેને ઘણે ખેદ થયું કે, હું પટરાણી હોવા છતાં રાજા મારી તરફ