________________
ભૂલો પડેલ યાત્રી
[ ૧૯૪ હું જ ન છેડી દઉં, કે જેથી એટલે ભાર તે મારા પરથી ઓછો થઈ જાય. આ કાળે આત્મા ક્ષીણ કમિ ન બની શકે પણ તમે એ રીતે ભાર ઓછું કરી નાંખે તે હળુકમિ તે જરૂર બને. આત્માને હળ બનાવે ! બાહ્ય પરિગ્રહની જેમ અંદરનાં વેર-ઝેર, રાગ-દ્વેષાદિને પણ પરિત્યાગ કરી દો. છેવટે તેને પાતળાં પાડી દે, તે જરૂર તમારે આત્મા હળ બની જશે. જ્ઞાનદ્રષ્ટિથી અવેલેકન કર્યાનું આજ બરૂ ફળ છે.
દ્રવ્ય નિદ્રા અને ભાવ નિદ્રા.
જીવ હજી ઉંઘમાં જ રહ્યો છે. તેની દ્રવ્ય નિદ્રા ટળી છે, ભાવ નિદ્રાની અપેક્ષાએ હજી ઉંઘતે છે. રાત્રિ સમાપ્ત થતાં સવારના ટાઈમે જે જાગી જાય તેનું નામ દ્રવ્ય નિદ્રા ટળી કહેવાય, અને અંદરથી આત્મા એ જાગૃત થઈ જાય કે, અહંકાર અને મમકારનું બંધન ઢીલું પડી જાય, પરદ્રવ્ય અને પરભાવથી આત્મા નિરાળે ભાસે, તેનું નામ ભાવનિદ્રા ટળી કહેવાય. ભાવનિદ્રા ટળી તે નથી પણ તેને ટાળવાને હજી જીવે પ્રયત્ન પણ કર્યો નથી! અહં અને મને જે અંદરમાં ભાવ વતે છે એજ ભાવ નિદ્રા છે. જીવ સ્વમાં જાગૃત થાય એટલે ભાવ નિદ્રા ટળી જાય છે, સ્વમાં જે જાગૃત તે જ જાગતો કહેવાય. પરમાં ગમે તેવો જાગૃત હોય તો એ તે ઉંઘતે કહેવાય. જાગીને જેનારને જેમ પરિગ્રહ નિસાર ભાસે છે તેમ સર્વ આત્માઓ તેને પિતાના આત્મા સમાન ભાસે છે. કેઈને પણ દુખ આપવામાં તે ઘોર પાપ સમજે જીવ માત્ર જીવવાને ઈચ્છે છે,