________________
બંધનમુક્તિ
[ ૨૦૪ બાંધે અને સવાર પડે છેડી મૂકે છે. તેમ આ જીવને પણ બીજા કેઈએ જે બંધનમાં નાંખ્યો હશે તે તે બંધનમાં નાંખનાર આવીને છેડશે ત્યારે જીવને છુટકારે થશે. પણ જીવને બીજા કેઈથી બંધન ઊભું થયું નથી. જીવ પોતે જ બંધ ભાવને ઉદીરે છે, એટલે પોતે જ પોતાને બાધે છે, અને પોતે જ પોતાને છેડે છે. જ્ઞાન, દર્શનને ચારિત્ર સ્વરૂપે પિતાની સ્વભાવદશાનાં પરિણામથી જીવ પિતાને છોડે છે, અને રાગ-દ્વેષ સ્વરૂપ વિભાવદશાના પરિણામથી જીવ પોતેજ પિતાને બાંધે છે, બીજા કેઈએ તો ઠીક પણ કર્મોએ મને બાંધી રાખે છે એ માન્યતા પણ ઠીક નથી. કર્મો જીવને શું બાંધે ? કર્મોને બાંધનારે તો જીવ પોતે છે, કર્મ તે જીવે બાંધ્યા તો બંધાણ છે. જીવ ન બાંધે તે કર્મ પરાણે બંધાતા નથી. ચેતનની પિતાની પ્રેરણું ન હોય તો કર્મ યોગ્ય પુદગલોને ગ્રહે કેણ ? નિજભાનને ભૂલીને આત્મા જ્યારે પરભાવમાં જાય છે, ત્યારે જ કર્મો બંધાય છે. માટે કર્મ પણ આત્માના ઓર્ડરથી પ્રવર્તે છે. જીવની અનાદિથી સ્વરૂપમાં ભૂલ થતી આવી છે, તેના કારણે જીવને બંધન ઊભું થયું છે. જીવ રાગશ્રેષાદિના ભાવમાં પ્રતિ સમયે પરિણમે છે. તેની જગ્યાએ પિતાના જ્ઞાન-દર્શનાદિના ભાવમાં પરિણમે તે દુનિયાની કેઈ એવી તાકાત નથી કે જે જીવને બંધનમાં નાંખી શકે.
ચેતનની આગળ જડની તાકાત કેટલી ?
ક્રોધાદિથી જીવને બંધ છે તે ક્ષમાદિકથી તે બંધનને ઢી પણ શકાય છે. અથવા રાગ-અને મેહ એ જેમ