________________
૨૦૧ ]
૨સાધિરાજ
Jા
છે.
.
સદા કાળને માટે છુટકારે થઈ જાય. પાંજરામાંથી પિપટની મુક્તિ થાય અથવા ખીલેથી હેરને છોડવામાં આવે એ તે દ્રવ્ય મુક્તિ છે. જ્યારે આઠ કર્મના બંધનમાંથી જીવની મુક્તિ થઈ જાય તે ભાવ મુક્તિ છે.
નજરકેદનું સુખ. રાજદ્વારી ક્ષેત્રમાં મોટા નેતાઓને પણ કયારેક તેવા કેઈ અપરાધને કારણે જેલની સજા કરવામાં આવે છે. પણ જેલમાં તેમને જાતજાતની બધી સગવડો આપવામાં આવે છે. તેમની પાછળ હજારે રૂપીયાને ખર્ચ સરકાર ભગવતી હોય છે, છતાં તે નેતાઓ જેલમાં રહેવાનું પસંદ કરતા નથી. જેલમાં ગમે તેવું સુખ હોય પણ તેઓ સમજતા હોય છે, આ નજરકેદનું સુખ શા કામનું છે ? તેનાં કરતાં મુક્ત જીવનમાં ભલે તેવી સગવડે તેમને ન મળતી હોય છતાં મુક્ત જીવનને તેઓ પસંદ કરતા હોય છે. તેવી રીતે સમકિતી જીવ વૈમાનિક દેવકના સુખ ભેગવ હોય છતાં તે સુખમાં તેની ઉપાદેય બુદ્ધિ હેતી નથી. દેવકનું સુખ પણ તેની દ્રષ્ટિમાં નજરકેદનું છે. નરક અને તિર્યચ ગતિ દુ:ખરૂપ છે. એ વાત તો સૌ કબૂલ રાખે છે. પણ સમકિતીની દ્રષ્ટિમાં ચારેચાર ગતિ દુ:ખરૂપ છે. સમકિતી સુરનરના સુખને પણ દુ:ખરૂપ ચિંતવતો હોય છે, અને હૃદયથી સિફ મોક્ષ સુખને જ ઝંખતો હોય છે. ચારેચાર ગતિ રૂપ સંસારને સમકિતી પોતાની દ્રષ્ટિમાં કારાવાસ રૂપ લેખે છે. કારાવાસમાં રહેલા મનુષ્યને ગમે તેટલી સુખ સગરડા મળે પણ તેની અંબાલી એકની