________________
૧૯ ]
રસાધિરાજ ગયા, અને નાથ અમે તે એવાને એવા ભવમાં ભટકતા રહી ગયા ! નાથ ! હવે પૂર્વની મૈત્રી સંભારીને અમારી ઉપર પણ એવી કરૂણ વરસાવે કે, અમે પણ ભવસાગર તરી જઈએ, અને જે સ્વરૂપને આપ પામ્યા છે તે આત્માના શુદ્ધસ્વરૂપને અમે પણ પામી જઈએ. નાથ ! આટલું અંતર પડી ગયું તેમાં અમારા પ્રમાદને જ દોષ છે. આપે પુરૂષાર્થ કર્યો તે આજે ભગવાન થઈને લેકારો બિરાજે છે અને અમે પ્રમાદમાં જ પડ્યા રહ્યા તે ભવમાં ભટકીએ છીએ. નાથ ! આપની અસીમ કૃપા વિના અમારે કઈ આરેવારે નથી. નાથ ! જીવ માત્ર પિતાના પુરૂષાર્થના બળે જ મેક્ષ મેળવે છે છતાં રસ્તે બતાવનારા તે આપ જ છે. આપે મેક્ષને રસ્તો બતાવ્યું તે કંઈક આત્માએ આ પડતા કાળમાં પણ પિતાનું કલ્યાણ સાધી રહ્યા છે, ભલે આ કાળમાં એ આત્માએ મેક્ષે નહીં પહોંચે તેઓ સદ્દગતિના અધિકારી તે બનવાના જ છે, અને પરંપરાએ મેક્ષે પણ પહોંચવાના છે. નાથ ! આખાએ જગત ઉપર આપને અનંત ઉપકાર છે અને એજ અમ પામર આત્માઓ ઉપર આપની અસીમ કરૂણા છે.
ભૂલા પડેલા જેને મુક્તિને સાચો રાહ બતાવનારા આપ જ છે. એ રસ્તે ચાલનારને જરૂર નિસ્તાર છે. બસ, એજ આ આખાએ વ્યાખ્યાનને સાર છે.