________________
૧૮૫ ]
રસાધિરાજ કરવામાં આવે છે કે, કેટલીકવાર હદ ઉપરાંત ખર્ચ થઈ જાય છે. એ બેટા ખર્ચાઓને પહોંચી વળવા પછી જીવનમાં અનેક પાપ આચરવા પડે છે અને પરમાર્થના કેઈ કાર્યો પછી જીવનમાં કરી શકાતા નથી પિતાનામાંથીજ જે ઉંચે ન આવે તે બીજાને ક્યાંથી ઉપયોગી થઈ શકે ?
જંગલમાં મંગલ. નયસાર અતિથિની શોધમાં દિશાવકન કરી રહ્યા છે એટલામાં સુધાતુર અને તૃષાતુર થયેલાં રસ્તાના થાકથી શ્રમિત થયેલાં અને સાર્થની શોધમાં પરિભ્રમણ કરતાં પંચ મહાવ્રતધારી જાણે સાક્ષાત્ ધર્મને મૂર્તિમંત સ્વરૂપ સમા ન હોય તેવા શ્રમણ ભગવંતે તે મહા ભયંકર અટવીમાં આવી પહોંચે છે. તે સાધુ ભગવંતેને આવતા જોઈને નયસારને રોમે-રેમમાં આનંદ છવાઈ જાય છે અને તેના મુખમાંથી તેવા ઉદ્ગાર સરી પડે છે કે, આજે આ ઘણું સારું થયું કે મને આ ભર જંગલમાં પણ અતિથિ સેવાને અપૂર્વ લાભ મલ્યા છે. પૂ. વીરવિજયજી મહારાજે પણ નયસારની ભક્તિ અંગેના એક સ્તવનમાં ખૂબજ ભાવવાહી ઉગારે કાઢયા છે કે, મન ચિંતે મહિમાનીલે રે,
આવે તપસી કેય; દાન દેઈ ભેજન કરૂં રે,
તો વાંછિત ફળ હોય રે, પ્રાપણ ધરિયે સમકિત રંગ.