________________
ભૂલો પડેલે યાત્રી
[ ૧૦૦ ગણત્રીમાં લેવાના છે જે વર્ષો દરમ્યાન જીવનમાં લેશ પણ ધર્મની લેડ્યા ન આવી હોય અને એકલાં આરંભ–સમારંભના જ ધંધા કર્યા હેય, અઢારે પાપ સ્થાનકે રાચી–માચીને સેવેલા હેય એ વર્ષો તે ઉલ્ટા પાણીમાં ગયા કહેવાય, તે પછી ગણત્રીમાં લેવાની વાત જ ક્યાં રહી ? માટે કઈ પણ તમને તમારી ઉંમર વિષે પૂછે તે જ્યારથી તમે ધર્મને રસ્તે ચડયા હોય તે પછીના વર્ષોની ગણત્રી કરીને તમારી ઉંમર જાહેર કરજે. એક ગામમાં એક ભાઈની ઉમર હતી પાંસઠ વર્ષની અને મારાથી સહેજે પૂછાઈ ગયું કે ઉંમર કેટલી થઈ છે ? એ ભાઈ બોલ્યા, મહારાજશ્રી, ઉંમર હજી પાંચ વર્ષની થઈ છે. મેં કહ્યું, કેમ આમ બોલે છે? આ દાઢી, મૂછ અને મસ્તકના વાળ તે ધળા થઈ ગયા છે ને પાંચ વર્ષની ઉંમર કહો છો ? એ ભાઈએ મને મારા જ શબ્દોમાં કહ્યું કે, મહારાજશ્રી, આપ પોતે જ કહે છે કે, વર્ષો પાણીમાં ગયા છે. મહારાજશ્રી, છેલ્લાં પાંચેક વર્ષથી જ ધર્મને રરતે ચડયે છું ! બાકી તે જીવનમાં એકલાં કર્મો જ બાંધ્યા છે, મેં કહ્યું કે, એ અપેક્ષાએ કહેતા હે તે વાત તમારી સાચી છે.
મારી સામે બેઠેલાઓને મારે ઉમર વિષે પૂછવુ નથી. પણ મનમાં સૌ સમજી લેજે. આપણું કર્તવ્યો જોતાં તે એમ જ લાગે કે, આપણે હજી ઘુંટણભર માંડ માંડ ચાલતા શીખ્યા છીએ. જે મનુષ્યોના હૃદયમાં દેવાધિદેવ અરિહંતનુ સ્થાન નથી નવકાર મહામંત્રનું ધ્યાન નથી જીવદયાના પરિણામ નથી જ્યણાનું પાલન નથી અપાશે પણ કષાયોનું ત્યાગ નથી ગુણીજને તરફ હૃદયમાં બહુમાન