________________
૧૮૭ ]
રસાધિરાજ કે, આવા મહાપુરૂષને પાછળ રાખીને પિતે આગળ ધપી ગયે. સાથેની સાથે વ્યાપાર-ધંધા નિમિત્તે અનેક માણસ જોડાએલા હેય, પણ આવા મહાપુરૂષોને સુગ મળી આવે જ્યાં સુલભ છે ? છતાં એ સાથે આ મહાપુરૂષનાં પૂર્વનાં પુ દયે મળેલા સુયોગને લાભ ન ઉઠાવી શક્યું. અરર ! એ બિચારાની એ કેવી કમનસીબી છે ? પછી. આગળ વધીને નયસાર મહાત્માઓને કહે છે કે, આપ મારા કઈ મહાન પુન્યના ઉદયે આ અટવામાં આવી પહોંચ્યા છે. આવા અઘેર જંગલમાં મને આપ મહાપુરૂષનાં દર્શનને લાભ મ એ કઈ મારા પ્રબળ પુન્યને ઉદય છે. આમ કહીને જ્યાં વૃક્ષની નીચે બધી ભેજન સામગ્રી ગોઠવાએલી છે ત્યાં મુનિઓને ભાવપૂર્વક તેડી જાય છે.
“હરખ ભરે તેડી ગયે રે,
પડિલાલ્યા મુનિરાજ; ભોજન કરી કહે ચાલીએ રે,
સાથ ભેળા કરૂં આજ રે, પ્રાણી ઘરિયે સમકિત રંગ,
ઉતારે તેડી જઈને વિધિપૂર્વક નિર્દોષ આહાર–પાણી વહોરાવે છે. એ ટાઈમે નયસારની બને આંખોમાં હર્ષનાં આંસુ આવી જાય છે. અને રામરાજી વિકસ્વર બની જાય. છે. એવા ઉત્કૃષ્ટ ભાવથી વહેરાવે છે કે, હૃદયમાં આનંદ, સમાને નથી. તેને આત્મા અંદરથી પુલકિત બની જાય છે.