________________
ભૂલા પડેલા યાત્રી
તન રૂપી મઠના ભરોસે શુ ?
પૂ. આનંદઘનજીને પોતાના ગુણુ અંગેની દ્રઢ પ્રતિતી. થઈ ચૂકી છે. આગળ વધીને કહે છે કે,
દેહ વિનાશી હું અવિનાશી, અપની ગતિ પકરેગે,
નાસી જાસી હમ સ્થિર વાસી, ચાખે હું નિખરેગે,
[ ૧૭૦
અબ હમ અમર ભયે ન મરેગે,
દેહ વિનાશી છે, જ્યારે હું. આત્મા અવિનાશી છું હવેથી અમે અમારા રાહ બદલ્યા છે. અનંતજ્ઞાનીએ ચી'ધેલા રસ્તે હવેથી અમે પ્રયાણુ આરભીશું. અને મેક્ષ માર્ગોમાં ગતિ કરતાં કરતાં આખર આત્માના શુદ્ધ સ્વરૂપને પામી જઈશું. “નાસી જાસી હમ થીરવાસી ચાખે હું નિખરે’ગે” શરીર નાશવત છે, અને તે એક દિવસે પડી જવાનું છે. આ શરીરરૂપી મઠ એક દિવસે જમીન દોસ્ત થયા વિના રહેવાતું નથી. આ મઠ એવું છે કે, કયારેક જોતજોતામાં ઢળી પડે. માટે આ તન રૂપી મઠમાં આત્માએ નિરાંતે સૂઈ રહેવા જેવું નથી. ઘરમાં આગ લાગી હોયને મકાનમાલિક સૂઈ રહે તે તે મહામૂર્ખ કહેવાય તેમ આખાએ લેકમાં જન્મ, જરા અને મૃત્યુની મહાલય'યકર આગ લાગી છે, અને આત્મા તન રૂપી મઠમાં નિરાંતે ઘસઘસાટ ઉંઘી રહ્યો છે. તેના જેવી ઘેર અજ્ઞાનતા બીજી કઈ હેાઈ શકે ?