________________
ભિલો પડેલ યાત્રી
[ ૧૮૦ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે નયસારની આ ગ્યતાનું વર્ણન કરેલ છે. તેઓએ ફરમાવે છે કે, साधुसम्बन्धबाह्योऽपि सोऽकृत्येभ्यः पराङ्गमुखः।
दोषान्वेषणविमुखो गुणग्रहणतत्परः ॥ આપણે આ ગાથાને આધારેજ નયસારની યેગ્યતાનું વર્ણન કરેલ છે. તીર્થંકરનાં આત્માઓ સમકિત ન પામ્યા હોય તે પહેલાં પણ તેમનામાં અમુક મહાન યોગ્યતા હોય છે પરાર્થ વ્યસનિતા, અદીનતા, અશકતા વગેરે સદ્દગુણો જેવા તે મહાન આત્મામાં હોય છે, તેવા અન્યમાં હોતા નથી. શુભ નિમિત્તે મળતાંજ તે મહાન આત્માઓમાં રહેલી ગ્યતા તરત ઝળકી ઉઠે છે. નયસારમાં પણ તે તીર્થકરના આત્મા હેવાથી તેવી જ યોગ્યતા રહેલી છે.
એકદા પિતાના ઉપરી રાજાના હુકમથી નયસાર જંગલમાં કાષ્ઠ લેવા નિમિત્તે જાય છે. નયસાર ગામના મુખી હોવાથી ઘણું સેવકે પણ તેમની સાથે જંગલમાં આવેલા છે. નયસારની આગેવાની નીચે સેવકે જંગલમાંથી કાષ્ટ કાપી રહ્યા છે. કેઈભવ્ય પ્રાસાદનાં બાંધકામ નિમિત્તે કાષ્ટ કપાવવાને ઉપરી રાજા તરફથી હુકમ થયેલે છે એટલે નયસાર ઉચામાં ઉંચી જાતના કાષ્ઠ શુષ્ક થઈ ગયેલા વૃક્ષેને કપાવીને એકઠા કરાવે છે. સેવક વિનમ્ર અને આજ્ઞાંકિત હોવાથી દિલ દઈને કામે લાગી ગયા છે. એટલામાં મધ્યાહ્ન વેળા થઈ જાય છે, અને જંગલની હવા ઘણી જ શુદ્ધ હોવાથી સૌને કડકડતી ભૂખ લાગે છે. ભેજન વેળા થઈ જતાં સેવક તરતજ