________________
રસધિરાજ રહેલા છે, અથવા નાભિમંડલની નીચેના ભાગમાં આઠ ચક પ્રદેશરૂપ કુવે છે, જે એકલા સુધારસથી ભર્યો છે. તેમાંથી સુગુરૂ એટલે ગુરૂગમવાળાં મનુષ્ય કટોરાં ભરી ભરીને અમૃત રસનું પાન કરે છે, બાકીના નગુરા ગુરૂગમ વિનાનાં કાંઠે આવીને પણ તરસ છિપાવી શકતા નથી અને તરસ્યાં પાછાં ફરે છે, એટલે સાચાં ગુરુને જેગ મળ્યા વિના અંદરને ભેદ સમજાતું નથી. અંતરનાં અમી તે ગુરૂમાતાજ પાઈ શકે. બીજા કોઈની તાકાત નથી.
તત્ત્વ વિરલાજ પામી શકે આગળ વધીને ફરમાવે છે કે, गगन मंडलमें गोआ वियाणी वसुधा दूध जमाया । माखन सातो विरला पाया-छासे जगत भरमाया ।
___ अवधु सो जोगी गुरु मेरा ॥ ભગવાન સમવસરણમાં બેસીને દેશના આપતા હોય છે, તે સમવસરણને વીશ હજાર પગથીયાં હોય છે. એટલા પરથી ખ્યાલ આવી જાય છે કે, ભગવાન જ્યારે દેશના આપતા હોય છે, ત્યારે જમીનથી કેટલા ઉપર હોય છે, એટલે ભગવાનનાં મુખરૂપી ગગન મંડલમાં વાણુરૂપી ગાય કવિયાણી અને ગણધરેએ તેના ઉપદેશરૂપી દુધનું દહન કરીને ચારે બાજુ તેને જમાવ કર્યો અને મહાન ઋષિ મુનિઓએ મળીને વલેણું વધ્યું તેમાંથી સ્વાદુવાદ અહિંસા અને સમતારૂપી જે માખણ નીકળ્યું તે વિરલાને પ્રાપ્ત થયું. બાકી આખું જગત કદાગ્રહની ખાટી છાસમાં ભરમાઈ ગયા