________________
૧૩૫ ]
રસાધિરાજ ખાત્રી થઈ જાય એટલે આ પરદ્રવ્ય છે એમ જાણીને તેને પરિત્યાગ કરી દે છે તેમ જ્ઞાની પુરૂષ પણ, મારો આત્મા અને મારા આત્માના જ્ઞાનાદિ ગુણ સિવાયના જગતની અંદરના શરીરાદિ જેટલા ભાવે છે એ બધા મારા માટે બહિર્શાવે છે, અને અંદર ઉત્પન્ન થતાં રાગ-દ્વેષાદિના ભાવે એ પરભાવે છે એમ જાણીને જ્ઞાની પણ તે તે ભાવને પરિત્યાગ કરી દે છે. પત્થરની ખાણમાં હજારે પત્થરના ટુકડાની વચ્ચે પડેલાં કિંમતી રત્નને જેમ ઝવેરી પારખી લે છે તેમ શરીર-મન, વચનાદિ પરદ્રવ્ય અને રાગ-દ્વેષાદિનાં પરભાવની વચમાં રહેલાં ચૈતન્યરૂપી રત્નને જ્ઞાની પારખી લે છે. અને તે બધા બહિર્ષાનું પરિત્યાગ કરીને ચૈતન્ય રત્નને ગ્રહણ કરે છે. અંતરાત્મામાં જ જે સ્થિર બને છે, તેમજ જે રમણતા કરનારે છે. શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા એ ત્રણે જેનાં સ્વઆત્મામાં જ છે તે જ ખરો જ્ઞાની છે, અને તે જ ખરે વિવેકી છે. જડ ચેતનનું ભેદ જ્ઞાન તે જ લોકોત્તર વિવેક.
ઘર આંગણે આવેલા મહેમાન કે અતિથિને આદર સત્કાર કરે છે તે વ્યવહારની રીતે વિવેક છે. વ્યવહારમાં બેઠેલાને પણ આવી રીતે વિવેક તે રાખવું પડે છે પણ જડ ચેતનનું ભેદજ્ઞાન થઈ જાય અને તેમાં બહિર્ભાવ અને પરભાવને ત્યાગ કરી દે અને પિતના શુદ્ધ સ્વભાવને જ આદર કરે એને તે લેકોત્તર વિવેક કહેવામાં આવે છે. આ વિવેક આવ્યા પછી સંસાર રહેતું નથી, પછી તે એ જીવ થેડાક જ ભવ કરીને મેક્ષે પહોંચી જાય છે. માનવી